GSTV
Gujarat Government Advertisement

OPINION POLL : મોદી અને શાહના ધમપછાડા નહીં આવે કામ, બંગાળમાં મમતાને નહીં હટાવી શકે આ જોડી, આ રહેશે પરિણામ

બંગાળ

Last Updated on March 9, 2021 by

પશ્ચિમ બંગાળમાં ભગવો લહેરાવવા માટે BJP તેની તમામ તાકાત લગાવી રહી છે, તો મમતા બેનર્જી પણ સામે જોરદાર લડત આપી રહ્યા છે. જો કે રાજ્યમાં થયેલા ઓપિનિયન પોલનાં પરિણામો BJP માટે નિરાશાજનક છે. રાજ્યમાં BJP સૌથી મોટી પાર્ટી હશે પરંતું તેને 57 બેઠકોનું નુકસાન થઇ શકે છે અને BJPને 154 બેઠકો મળશે, ઓપિનિયન પોલમાં જણાવ્યું કે બંગાળમાં BJPમાં 107 બેઠકો મળી શકે છે, આ આંકડા ચોંકાવનારા છે, કેમ કે ગયા વર્ષે વિધાનસભા ચુંટણીમાં BJPને માત્ર 3 બેઠકો જ મળી હતી.

બંગાળ

બંગાળની ચૂંટણીમાં બહારનાં અને બંગાળીના મુદ્દા પર જોરદાર ચર્ચા

સર્વે અનુસાર કોંગ્રેસ, આઈએસએફ અને ડાબેરી ગઠબંધનને ફક્ત 33 બેઠકો પર જીત મળશે. તો, 4 બેઠકો અન્ય ઉમેદવારોના ખાતામાં જશે. બંગાળની ચૂંટણીમાં બહારનાં અને બંગાળીના મુદ્દા પર જોરદાર ચર્ચા કરવામાં આવી રહી છે. તેથી, સર્વે દરમિયાન, જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે બંગાળી વિરુદ્ધ બાહ્ય લોકો વિશે તેઓ શું વિચારે છે, ત્યારે 39.40 ટકા લોકોએ કહ્યું કે તે બિનજરૂરી છે. તે જ સમયે, 31.20 ટકા લોકોએ તેને જરૂરી માન્યું છે. 29.4 ટકા લોકોએ આ અંગે કોઈ અભિપ્રાય વ્યક્ત કર્યો ન હતો.

બંગાળ

બંગાળમાં 8 તબક્કામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે

મમતા બેનર્જી પર ભ્રષ્ટાચારના આરોપીઓને સુરક્ષા આપવાના પ્રશ્ને 45 ટકા લોકોએ કહ્યું કે હા, બેનર્જી આમ કરી રહ્યા છે. તો 35.3 ટકા લોકોએ તેનો ઇનકાર કર્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે બંગાળમાં 8 તબક્કામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. બંગાળમાં 27 માર્ચથી 29 એપ્રિલ સુધી વિવિધ તારીખે મતદાન થશે. પરિણામ 2 મેના રોજ જાહેર કરવામાં આવશે.

જય શ્રી રામ સ્લોગન પર પૂછેલા સવાલ પર, 40 ટકા લોકોએ તેને ધ્રુવીકરણ કોલ કહ્યું છે. તો, 37 ટકા લોકોએ તેને આધ્યાત્મિક કોલ કહ્યું છે. લોકોને પૂછવામાં આવ્યું કે શું ઇલીગલ મતદારો ચૂંટણીને પ્રભાવિત કરી શકે છે? આ અંગે 32.20 ટકા લોકોએ હા પાડી અને 20.60 ટકા લોકોએ ના પાડી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો