GSTV
Gujarat Government Advertisement

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

લોકડાઉન

Last Updated on April 12, 2021 by

દેશ દુનિયામાં કોરોનાનો હાહાકાર મચી ઉઠ્યો છે. ત્યારે એક બાદ એક એનેક ગામડાઓ સ્વયંભૂ લોકડાઉન તરફ વળ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ છેલ્લા ઘણા દિવસમાં કોરોનાના કેસમાં વધારો થતા સુત્રાપાડા તાલુકાના અનેક ગામડાઓમાં સ્વયંભૂ લોકડાઉન કરવામાં આવ્યું છે. આજે સુત્રાપાડા નગરપાલિકા દ્વારા કોરોના સંક્રમણ વધતા સુત્રાપાડામાં પણ સ્વયંભૂ લોકડાઉન કરવાનો નિર્ણય લેવાયો છે. ૪ વાગ્યા બાદ ગામમાં તમામ દુકાનોને બંધના આદેશ આપાયા છે. અને જરૂરિયાત ના હોય તો ઘરની બહાર ના નીકળવા નગરપાલિકા અને પોલીસ દ્રારા અપીલ કરવામાં આવી છે.તો સાથે જ માસ્ક વગર ફરતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.

ગુજરાતમાં કોરોનાના વધુ ૫,૪૬૯ કેસઃ પ્રથમવાર ૫૦થી વધુ મૃત્યુ

  • ગીર સોમનાથના ગામડાઆે વળ્યા સ્વંયભુ લોકડાઉન તરફ
  • ૪ વાગ્યા બાદ ગામોમાં સજ્જડ બંધનો નિર્ણય
  • માસ્ક વગર ફરતા લોકો સામે દંડની કડક કાર્યવાહીની ચેતવણી

ગુજરાતમાં કોરોના વાયરસનો ગ્રાફ ઊંચે જઇ રહ્યો છે અને દિવસે ભયાવહ સ્થિતિ સર્જાઇ રહી છે. કોરોનાએ વધુ એક સપાટી વટાવતાં છેલ્લા ૨૪ કલાકમાં ૫,૪૬૯ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંક હવે ૩,૪૭,૯૪૫ થયો છે. એક્ટિવ કેસનો આંક ૨૭,૫૬૮ છે જ્યારે ૨૦૩ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં ૨૦, સુરતમાં ૧૮ સાથે રાજ્યભરમાં કોરોનાથી રેકોર્ડ ૫૪ના મૃત્યુ થયા છે.કોરોનાથી એક જ દિવસમાં ૫૦થી વધુ મૃત્યુ થયા હોય તેવું પ્રથમવાર બન્યું છે. આમ, રાજ્યમાં કોરોનાથી કુલ મરણાંક હવે ૪,૮૦૦ છે. એપ્રિલના ૧૧ દિવસમાં જ રાજ્યમાં કોરોનાના ૩૯,૭૯૭ કેસ નોંધાયા છે અને ૨૮૧ના મૃત્યુ થયા છે. હાલની સ્થિતિએ રાજ્યમાં પ્રતિ મિનિટે સરેરાશ ૪ નવા કેસ નોંધાઇ રહ્યા છે.

લોકડાઉન

જાણી લો તમારા શહેરના હાલ

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાંથી અમદાવાદમાં સૌથી વધુ ૧,૫૩૨ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરમાંથી ૧,૫૦૪-ગ્રામ્યમાંથી ૨૮ કેસનો સમાવેશ થાય છે. કુલ કેસનો આંક હવે અમદાવાદમાં ૮૨,૮૯૯ થઇ ગયો છે. સુરત શહેરમાંથી ૧,૦૮૭-ગ્રામ્યમાંથી ૩૬૧ સાથે નવા ૧,૪૪૮ કેસ નોંધાયા છે. કુલ કેસનો આંક હવે સુરતમાં ૭૪,૯૪૨ છે. રાજકોટ શહેરમાં ૪૦૫-ગ્રામ્યમાં ૭૦માં સાથે ૪૭૫, વડોદરા શહેરમાં ૨૭૭-ગ્રામ્યમાં ૧૩૯ સાથે ૪૧૬ નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં અન્યત્ર જ્યાં વધુ કેસ નોંધાયા તેમાં જામનગરમાં ૩૧૨, મહેસાણામાં ૧૨૭, પાટણમાં ૧૨૪, ભાવનગરમાં ૯૭, ગાંધીનગરમાં ૧૦૧, જુનાગઢમાં ૮૩, મોરબીમાં ૫૪, કચ્છમાં ૫૩, નર્મદામાં ૫૦, બનાસકાંઠામાં ૪૯, દાહોદમાં ૪૬, અમરેલીમાં ૪૨, ભરૃચમાં ૪૧, ખેડામાં ૩૯, સાબરકાંઠામાં ૩૭ કેસનો મુખ્યત્વે સમાવેશ થાય છે. અમદાવાદમાં એક્ટિવ કેસનો આંક હવે ૬ હજારને પાર થઇ ગયો છે. હાલ અમદાવાદમાં ૬,૦૮૧ જ્યારે સુરતમાં ૫,૭૯૨ એક્ટિવ કેસ છે.

છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી ૨૦, સુરતમાંથી ૧૮, વડોદરામાંથી ૭, રાજકોટમાંથી ૫, બનાસકાંઠામાંથી ૨, ગાંધીનગર-જામનગરમાંથી ૧-૧ના કોરોનાથી મૃત્યુ થયા છે. કોરોનાથી અમદાવાદમાં સૌથી વધુ ૨,૪૪૬-સુરતમાં ૧,૧૨૨-વડોદરામાં ૨૭૫, રાજકોટમાં ૨૩૪, ગાંધીનગરમાં ૧૧૩ના મૃત્યુ થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી ૮૨૧, સુરતમાંથી ૭૮૪, રાજકોટમાંથી ૨૬૯, વડોદરામાંથી ૨૨૭ એમ રાજ્યભરમાંથી ૨,૯૭૬ દર્દીઓ સાજા થયા છે.અત્યારસુધી કુલ ૩,૧૫,૫૨૭ દર્દીઓ સાજા થયા છે અને સાજા થવાનો દર ૯૦.૬૯% છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧,૪૯,૧૨૪ના ટેસ્ટ કરવામાં આવ્યા છે અને આ સાથે જ કુલ ટેસ્ટનો આંક ૧.૪૭ કરોડ થયો છે. રાજ્યમાં હાલ ૧.૬૪ લાખ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.

કોરોના

ગુજરાતના કયા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ-મૃત્યુ?

જિલ્લો કેસ મૃત્યુ

  • અમદાવાદ ૧,૫૩૨ ૨૦
  • સુરત ૧,૪૪૮ ૧૮
  • રાજકોટ ૪૭૫ ૦૫
  • વડોદરા ૪૧૬ ૦૭
  • જામનગર ૩૧૨ ૦૧
  • મહેસાણા ૧૨૭ ૦૦
  • પાટણ ૧૨૪ ૦૦
  • ગાંધીનગર ૧૦૧ ૦૧
  • ભાવનગર ૯૭ ૦૦
  • મોરબી ૫૪ ૦૦

(*બનાસકાંઠામાં કોરોનાથી બે વ્યક્તિના મૃત્યુ થયા છે.)

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33