GSTV
Gujarat Government Advertisement

રાહતના સમાચાર/પેન્શનરોને મોટી રાહત, હવે આધાર કાર્ડ વગર પણ લાઈફ સર્ટિફિકેટ બની શકશે

Last Updated on April 12, 2021 by

જો તમને પેન્શન મળે છે તો ડિજિટલ લાઈફ સર્ટફિકેટ ખૂબ મહત્વનું છે. દર વર્ષે જમા કરાવવું પડે છે. જો તેમાં વિલંબ થાય છે, તો પેન્શન રોકી દેવામાં આવે છે. પહેલાં, પેન્શનરોએ આ માટે બેંક અથવા પોસ્ટ ઑફિસની મુલાકાત લેવી પડતી હતી. ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ સુવિધા થોડા સમય થી શરૂ કરવામાં આવી છે, ત્યારબાદ બેંક અને પોસ્ટ ઑફિસના ધક્કા ખાવા માંથી રાહત મળી હતી. જોકે, આધારકાર્ડની આવશ્યકતા બાબતે વડીલોને હજુ પણ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

હવે આધારકાર્ડની આવશ્યકતા પણ દૂર થઈ ગઈ છે. હકીકતમાં, સરકાર માં વારંવાર ફરિયાદ થતી હતી કે આધાર આવશ્યક હોવાને કારણે, ડિજિટલ રીતે જીવનપત્ર તૈયાર કરવું મુશ્કેલ છે. ઘણા પેન્શનરોએ ફરિયાદ કરી હતી કે ફિંગર પ્રિન્ટ અને રેટિના ડિટેક્શન યોગ્ય રીતે થી શકતું નથી જેના કારણે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ તૈયાર કરવામાં મુશ્કેલી આવી રહી છે. હવે આધાર સ્વૈચ્છિક બનાવવામાં આવ્યું છે. આ માટે સરકારે માર્ચના અંતમાં જાહેરનામું બહાર પાડ્યું હતું. આઈટી મંત્રાલયે 18 માર્ચે એક જાહેરનામું બહાર પાડ્યું હતું.

ભારતીય ડાક ઘર (પોસ્ટઓફિસ ) ઘરે આવી ને બનાવી રહ્યું છે સર્ટિફિકેટ

ઈન્ડિયા પોસ્ટ વૃદ્ધોને ડોરસ્ટેપ ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ પ્રદાન કરી રહી છે. આ સુવિધા ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના ગ્રાહકો અને બિન ગ્રાહકો બંને માટે ઉપલબ્ધ છે. પેન્શનરોએ તેમની નજીકની પોસ્ટ ઑફિસમાં વિનંતી રજૂ કરવાની રહેશે. આ કાર્ય Post Info મોબાઇલ એપ્લિકેશન અથવા https://ccc.cept.gov.in/ServiceRequest/request.aspx આ લિંક ઉપર ક્લિક કરી થઇ શકે છે.

70 રૂપિયા નો ચાર્જ લેવામાં આવશે

ડિજિટલ લાઇફ સર્ટિફિકેટની પ્રક્રિયા સંપૂર્ણપણે પેપરલેસ હશે. સર્ટિફિકેટ પણ તરત જ તૈયાર થઈ જાય છે. દરેક વખતે જીવન પ્રમાણપત્ર બનાવવા માટે 70 રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે. જો તમારું પોસ્ટ ઑફિસમાં ખાતું છે તો પછી ડોરસ્ટેપ ચાર્જ શૂન્ય થશે.

ALSO READ

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો