GSTV
Gujarat Government Advertisement

Big News: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષા મુલતવી રખાઇ

Board Exam Cancel

Last Updated on April 12, 2021 by

કોરોના વાઇરસના વધી રહેલા કેસોને જોતા મહારાષ્ટ્ર શિક્ષણ વિભાગે બોર્ડેની પરીક્ષાઓ મુલતવી રાખી છે. રાજ્ય શિક્ષણમંત્રીએ ટ્વીટ કરી તેના જાણકારી આપતા જણાવ્યું કે વર્તમાન કોરોના સ્થિતિને જોતા ધોરણ 10મા અને 12મા માટેની બોર્ડ પરીક્ષા મુલતવી રાખી છે. વર્તમાન પરિસ્થિતિ પરીક્ષાના આયોજન માટે યોગ્ય નથી. વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય અમારી પ્રાથમિકતા છે.

મહારાષ્ટ્ર

શિક્ષણમંત્રીએ ટ્વિટર પર જણાવ્યું કે પ્રોફેશનલ કોર્સ માટે પ્રવેશ પરીક્ષાઓની તારીખને ધ્યાનમાં રાખતા, ધોરણ 12ની પરીક્ષા મે મહિનાના અંત સુધીમાં આયોજિત કરવામાં આવશે, જ્યારે 10માની પરીક્ષા જૂનમાં થશે. અમે સ્વાસ્થ્યની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. આ પરીક્ષાઓ માટે ફરીથી તારીખ જાહેર કરવામાં આવશે.

તેમણે જણાવ્યું કે આ નિર્ણય સ્ટેટ હોલ્ડર્સ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ, તમામ પક્ષોના પર્તિનિધિઓ, શિક્ષણવિદો અને તકનીકી દિગ્ગજો સાથે ચર્ચા કર્યા લેવામાં આવ્યો છે. ચર્ચા દરમિયાન વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય, કલ્યાણ અને ભવિષ્યને ધ્યાનમાં રાખતા અન્ય વિકલ્પો પર પણ વિચાર કરવામાં આવ્યો છે, પરંતુ પરીક્ષા મુલતવી રાખવીએ ઉત્તમ ઉપાય જણાઇ આવ્યું છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો