GSTV
Gujarat Government Advertisement

વાહ ! આ એકટ્રેસે પહેર્યુ આટલા કરોડનું માસ્ક, કોઈએ કર્યા વખાણ તો કેટલાકે કરી ટ્રોલ

Last Updated on April 11, 2021 by

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ તેની સુંદર અદાઓ અને ફેશનને કારણે ચર્ચામાં છે. ઉર્વશી સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. ફેન ફોલોઇંગ મામલે ઉર્વશીએ મોટા મોટા એક્ટર્સને પાછળ છોડી દીધા છે. ઉર્વશી તેનાં નવાં અને અલગ અંદાજને કારણે જાણીતી છે. તે આ વચ્ચે ફરી એક વખત ઉર્વશીનો એક વીડિયો સામે આવ્યો છે. જે ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. અને ફેન્સ ઉર્વશીનાં આ અવતારનાં વખાણ કરી રહ્યાં છે. તો તે કેટલાંક સોશિયલ મીડિયા યૂઝર્સ તેને ટ્રોલ પણ કરી રહ્યાં છે.

ઉર્વશીએ તેનાં ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં ઉર્વસી ડાયમંડનું માસ્કરેડ પહેરેલી નજર આવે છે. ઉર્વશીએ આ વીડિયો શેર કરતાં કહ્યું છે કે, તેણે ચહેરા પર લાગેલાં હીરાનું બનેલું માસ્કરેડ ઘણું ભારે ભરખમ છે. ઉર્વશીનાં આ ફેસ માસ્કની કિંમત ત્રણ કરોડ રૂપિયા છે. જે સાંભળીને ફેન્સ દંગ રહી ગયા છે. (Urvashi Rautela Wear megnificient 3 corore diamond studded face masquerade) ફેન્સનું કહેવું છે કે, ઉર્વશી કોઇ પરી જેવી લાગે છે. તો ટ્રોલર્સનું કહેવું છે કે અમીરોનું હેલમેટ આવું હોય છે

તમને જણાવી દિએ કે ,વર્ષ 2020માં વર્જિન ભાનુપ્રિયા અને પાગલપંતી જેવી ફિલ્મોમાં નજર આવી છે ઉર્વશી. વર્ષ 2015માં સિંઘ સાહબ ધ ગ્રેટમાં સની દેઓલની સાથે તેણે ડેબ્યૂ કર્યું હતું. હાલમાં જ તે એક લડકી ભીગી ભાગી સી અને તેરી લોડ વે… માં નજર આવી ચૂકી છે.

વર્કફ્રન્ટની વાત કીએ તો, ઉર્વશી પાસે હાલમાં ભરપૂર કામ છે. તે ટૂંક સમયમાં ‘ઇન્સપેક્ટર અવિનાશ’માં રણદીપ હુડ્ડાની સાથે નજર આવશે. સાથે જ તે મોહન ભારદ્વાજની અપકમિંગ ફિલ્મ ‘બ્લેક રોઝ’માં પણ નજર આવશે. જે હિન્દી અને તેલુગુમાં રિલીઝ થશે. આઉપરાંત તે ‘થિરુતુ પાયલ 2’ની હિન્દી રીમેકમાં પણ નજર આવશે. ઉર્વશી ઇજીપ્તનાં સુપરસ્ટારની સાથે ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. આ ઉરાંત તે ગુરુ રંધાવાની સાથે એક રોમેન્ટિક મ્યૂઝિક વીડિયો ‘મર જાયેંગે’માં પણ નજર આવશે. હાલમાં ઉર્વશીએ તેની પહેલી તમિલ ફિલ્મ સાઇન કરી છે. જે માટે તેને 10 કરોડ રૂપિયાની ભારે ભરખમ ફી મળી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો