GSTV
Gujarat Government Advertisement

Qala: સામે આવ્યો ઇરફાનના દિકરા બાબિલનો ફર્સ્ટ લૂક, ફેન્સમાં ભારે ઉત્સાહ

Qala

Last Updated on April 11, 2021 by

ઇરફાન ખાનના પુત્ર બાબિલ ખાન બોલિવૂડ ડેબ્યૂ માટે તૈયાર છે. તાજેતરમાં જ તેની ફિલ્મ ‘Qala’નું પહેલું શેડ્યૂલ પૂર્ણ થયું છે. બાબિલે ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરી તેની જાણકારી આપી હતી. હવે ફિલ્મમાંથી બાબિલ અને એક્ટ્રેસ તૃપ્તિ ડિમરીનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. બાબિલે પણ ફિલ્મનું ટીઝર ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. વીડિયોમાં ફિલ્મની કાસ્ટ એન્ડ ક્રૂ શૂટિંગ કરતા જોવા મળે છે.

Qala

માંના પ્યાર માટે તરસતી પુત્રીની કહાની

ટીઝરમાં તમામ બરફથી ઢંકાયેલી લોકેશનમાં શૂટિંગ કરતા જોઇ શકાય છે. અન્વિતા દત્તની ડાયરેક્ટોરિયલ ડેબ્યૂમાં બાબિલ ખાન, તૃપ્તિ ડિમરી, સ્વાસ્તિકા મુખરજી દેખાશે. ફિલ્મ એક પુત્રીની છે, જે તેની માતાના પ્યાર માટે તરસે છે. જોકે અત્યારે ફિલ્મ અંગે વધારે ખુલાસો નથી થયો, પરંતુ ટીઝરને જોઇ ફેન્સ અત્યારથી ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત છે.

ફિલ્મના પહેલા શેડ્યૂલના આવી રીતે આપ્યા હતા સમાચાર

અગાઉ બાબિલે ફિલ્મના પહેલા શેડ્યૂલના ખતમ થવાના સમાચાર શેર કરી બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. હકીકતમાં અત્યાર સુધી બાબિલના ડેબ્યૂને લઇ ચર્ચા થઇ રહી હતી, ત્યારબાદ અચાનક બાબિલ દ્વારા શેર આ રેપ-અપ શેડ્યૂલના સમાચારે ફેન્સમાં ઉત્સાહ ભરી દીધો છે.

બાબિલે મિત્ર સાથે ફોટો પોસ્ટ કરી લખ્યું હતું કે મેં મારું પ્રથમ શૂટિંગ શેડ્યૂલને પૂર્ણ કર્યું છે. તેમાં મારી બાળપણની મિત્ર પણ છે. આ પ્રોસેસમાં મેં શિખ્યું કે પોતાની મહત્વતાને યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. તમે એક કહાનીના ભાગ છો અને કહાની હંમેશા તમારાથી મોટી હશે (ભલ તમે એક્ટોર હોય કે નહીં). તમારો દિવસ શુભ રહે.

ફિલ્મ સાથે અનુષ્કા શર્માનું કનેક્શન

ઉલ્લેખનીય છે કે ફિલ્મ ‘Qala’ અનુષ્કા શર્માના પ્રોડક્શન હાઉસ ક્લિન સ્લેટ ફિલ્મ્સ હેઠળ બની રહી છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. તૃપ્તિ ડિમરીએ પણ આ ફિલ્મ સાથેની અપડેટ તેની ઇન્સ્ટા સ્ટોરી પર શેર કરી હતી. જોકે બાદમાં તેણે તે પોસ્ટને ડિલીટ કરી હતી. અનુષ્કા સાથે ડિમરીનો આ બીજો પ્રોજેક્ટ છે. અગાઉ તે નેટફ્લિક્સની ફિલ્મ બુલબુલમાં દેખાઈ હતી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો