GSTV
Gujarat Government Advertisement

આ ગામનો દરેક વ્યક્તિ કમાય છે 32 લાખ રૂપિયા, તો પણ નથી પહેરતા કોઈ કપડા, આટલા દેશો કરતાં વધારે છે સરેરાશ કમાણી

Last Updated on April 8, 2021 by

કોઈ પણ દેશ, રાજ્ય અથવા શહેરની ઈકોનોમી માપવાનું એક મહત્વપૂર્ણ પગલુ ત્યાંની કેપિટલ ઈનકમ એટલે કે, પ્રતિ વ્યક્તિ સરેરાશ આવક પણ હોય છે. આજે અમે યુનાીટેડ કિંગડમના હર્ટપોર્ડશાયર અંતર્ગત આવતા એક ગામની વાત કરવા જઈ રહ્યા છીએ. જ્યાં કેપિટા અથવા જીઆરપી જાપાન અને ફ્રાન્સ જેવા મોટા દેશોથી પણ વધારે છે. અમે વાત કરી રહ્યા છીએ લગભગ એક લાખની વસ્તીવાળા શહેર હર્ટફોર્ડશાયરની. અહીં કેપિટા ઈનકમ લગભગ 46,600 ડોલર છે. એટલે ભારતીય રૂપિયામાં તેનું આકલન કરીએ તો, તે 32.62 લાખ રૂપિયા થાય છે. પણ સૌથી ખાસ વાત તો એ છે કે, અહીંના લોકો કપડા નથી પહેરતા. આવુ શા માટે છે, તેની જાણકારી આપને આપીશું પણ તે પહેલા જાણી લો કે, શા માટે આ શહેરની ઈકોનોમીનું મહત્વનું પાસું જાપાન, ફ્રાન્સ, યુએઈ સહિત કેટલાય દેશોની ઉપર છે.

હર્ટફોર્ડશાયરની પર કેપિટા ઈન્કમ જ્યાં 46,600 ડૉલર છે, તો વળી તેની નીચે કેટલાય દેશ આવે છે. જેમાં જાપાનનું હાઈલેંડ્સ આઈસલેંડ, ફ્રાન્સનું વાર્કવિકશાયર, ન્યૂઝીલેન્ડનું ઈસ્ટર્ન સ્કોટલેન્ડ પણ શામેલ છે. આ દેશોના મુખ્ય શહેરોમાં પ્રતિ વ્યક્તિની આવક હર્ટફોર્ડશાયરથી ઓછી છે. તો ઈટલી, કુવૈત, બ્રુનેઈ જેવો દેશોના કેટલાય શહેરો પર કેપિટા ઈનકમ પણ ઓછી છે.

આખરે શું છે કારણ

હકીકતમાં લગભગ 11.90 લાખ નાની વસ્તીવાળા આ ગામની સ્થાપના 1929માં કરવામાં આવી હતી. ત્યારથી આ શહેરના લોકોએ જાતે નિર્ણય કર્યો કે, જ્યાં સુધી કોઈ ખાસ જરૂરિયાત ન હોય ત્યાં સુધી કપડા નહીં પહેરે. આ નિર્ણયનો ઉદેશ્ય દુનિયાની બાકી ચકાચૌંધથી દૂર રહેવાનું પણ બતાવાય છે. જો કે, કોઈ ખાસ અવસર હોય ત્યારે અહીંના લોકો કપડા પહેરે છે.

ઈકોનોમીમાં છે મહત્વનું યોગદાન

તો વળી ઈકોનોમીની વાત કરીએ તો, અહીં પર કૃષિ, ઈંડસ્ટ્રી, સર્વિસ ત્રણેય સેક્ટરમાં સારો એવો ગ્રોથ કરવામાં આવ્યો છે. આંકડા પ્રમાણે જોઈએ તો, 1995માં જીવીડી એટલે ગ્રાસ વેલ્યૂ એડેડનો રેશ્યો 11,742 હતો, જે 2003 સુધીમાં વધીને 20,937 પર જઈ પહોચ્યો અને અત્યારે પણ ગ્રોથમાં છે. કંપનીઓની વાત કરીએ તો, આ નાના એવા શહેરમાં યુકેની ખ્યાતનામ કંપનીઓની ઓફિસ આવેલી છે. જ્યાંથી અહીંના લોકોને રોજગાર મળે છે.

એટલુ જ નહીં, આ શહેરમાં યુકેની સૌથી મોટી ફાર્મા એસોશિએશન એનપીએનો ટ્રેડ પણ ખૂબ મોટો છે. જેના દ્વારા ફાર્મા સેક્ટરમાં એક મોટો રોજગારનો અવસર મળે છે. આંકડાઓ અને લોકોની કમાણીના હિસાબે આ નાનુ એવુ શહેર પોતાની જાતે મોટુ એવુ ઉદાહરણ છે. પણ એક કપડા નહીં પહેરવાના કારણે પણ તે દુનિયાના કેટલાય દેશો કરતા તે અલગ તરી આવે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો