GSTV
Gujarat Government Advertisement

પીએમ મોદીની દાઢીની તુલના નીચે જતી જીડીપી સાથે, શશિ થરુરે શેર કર્યો મેમ

જીડીપી

Last Updated on March 3, 2021 by

કોરોના સંકટ વચ્ચે રાજનૈતિક દળોમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં આર-પારની જંગ ચાલુ છે. આ વચ્ચે અર્થવ્યવસ્થાના મોર્ચે પણ કોંગ્રેસ પીએમ મોદીને ઘેરી રહી છે. આ કડીમાં ગયા દિવસોમાં શશિ થરૂરએ એક મીમ શેર કર્યો, જેમાં તેઓ નીચે જતી જીડીપીને લઇ વાર કરી રહ્યાં છે.

શશિ થરુરે શેર કર્યો મેમ

પ્રજાસત્તાક

જે મેમને શશિ થરૂરએ શેર કર્યો છે, એમાં એક ગ્રાફમાં નીચે જતી જીડીપીના આંકડા બતાવવામાં આવ્યા છે. જયારે બીજી ફોટોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની છે. મીમમાં જણાવવામાં આવ્યું છે કે જેમ-જેમ જીડીપી નીચે જઈ રહી છે, પીએમ મોદીની દાઢીની લંબાઈ વધી રહી છે. કોંગ્રેસ સાંસદ શશિ થરુરે આ મેમ શેર કરતા કેપ્શનમાં લખ્યું, આને કહેવાય છે ગ્રાફિક ઈલેસ્ટ્રેશનનું મહત્વ.

એક વાર ફરી જીડીપી આવ્યો પ્લસમાં

શશિ થરૂરએ જીડીપીના જે ગ્રાફને શેર કર્યો છે, એમાં વર્ષ 2017થી 2019 સુધીના સમયની જીડીપીના આંકડા દર્શાવવામાં આવ્યા છે. કોરોના કાળ પહેલા પણ જીડીપી સતત નીચે જઈ રહી હતી, જે ગ્રાફમાં દર્શાવવામાં આવ્યું છે. કોરોના કાળ દરમિયાન જીડીપી સતત બે વખત માઇનસમાં ગઈ છે, પરંતુ હવે ગયા દિવસોમાં આવેલા આંકડા મુજબ એક વાર ફરી જીડીપી પ્લસમાં આવી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે કોરોના સંકટ કાળ પછીથી જ પીએમ મોદીની દાઢી વધી રહી હતી. જે સતત ચર્ચામાં છે. બંગાળ ચૂંટણીમાં ટીએમસી આરોપ લગાવી રહી છે કે પીએમ મોદી પોતાને રવીન્દ્રનાથ ટાગોરનો લુક આપવા માંગે છે, આ કારણે આવું કરી રહ્યા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો