GSTV
Gujarat Government Advertisement

ઘરબેઠા કમાણી/ મહાશિવરાત્રિ પર મોદી સરકારે શરૂ કરી પ્રતિ દિવસ 2000 કમાવવાની યોજના, શું આવી કોઈ યોજના છે?

મોદી

Last Updated on March 12, 2021 by

સોશ્યલ મીડિયા પર આ દિવસોમાં નકલી યોજનાઓના નામે લોકોને છેતરવાનો ધંધો ધમધમતો થઈ રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી, વોટ્સએપ પર એક મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે વધતી બેકારીને ધ્યાનમાં રાખીને, બજેટ 2021 અનુસાર આ મહાશિવરાત્રીના પર્વ પર મોદી સરકાર બેરોજગારોને ઘરબેઠા 1000થી 2000 કમાવવાનો મોકો આપી રહી છે. જ્યારે આ દાવાની સત્યતા જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે આ દાવો નકલી હોવાનું બહાર આવ્યું.

પીઆઈબી ફેક્ટ ચેકએ ટ્વીટ કરીને કહ્યું છે કે ભારત સરકારે આવી કોઈ જાહેરાત કરી નથી.

ભારત સરકારની નીતિઓ, કાર્યક્રમની પહેલ અને સિદ્ધિઓ વિશે અખબારો અને ઇલેક્ટ્રોનિક મીડિયાને માહિતી આપવા માટે પીઆઈબી એ મુખ્ય એજન્સી છે. પીઆઈબીએ કહ્યું છે કે આ દાવો નકલી છે. કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ યોજના સંબંધિત કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

મોદી

અહીં કરો ચકાસણી

સરકારને લગતા કોઈ સમાચાર સાચા છે કે નકલી, તે જાણવા પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈપણ વ્યક્તિ પીઆઈબી ફેક્ટ ચેક પર ટ્વીટ, ફેસબુક પોસ્ટ અથવા યૂઆરએલ વ્હોટ્સએપ નંબર 918799711259 નંબર પર મોકલી શકે છે અથવા તેને pibfactcheck@gmail.com પર મેઇલ કરી શકે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો