Last Updated on April 11, 2021 by
વર્ષ 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક એવી વીમા યોજનાની શરૂઆત કરી હતી, જેમાં વર્ષમાં માત્ર 330 રૂપિયાના પ્રીમિયમ પર 2 લાખ રૂપિયા સુધીનો વીમા મળી જાય છે. આ સ્કીમનું નામ છે- પ્રધાનમંત્રી જીવન જ્યોતી બીમામા યોજના (PMJJBY). ચાલો જાણીએ આ યોજનાની વિશેષતા શું છે અને તેના લાભ કેવી રીતે લઇ શકાય છે?
આ લાભ કોણ મેળવી શકે છે
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના માટેનું વાર્ષિક પ્રીમિયમ માત્ર 330 રૂપિયા છે. આ યોજના કોઈપણ ભારતીય નાગરિક 18થી 50 વર્ષની ઉંમર વચ્ચે લઈ શકે છે. જીવન જ્યોતિ વીમા પોલિસી (PMJJBY)ની મેચ્યોરિટીની ઉંમર 55 વર્ષ છે. આ ટર્મ પ્લાનને દર વર્ષે રીન્યુ કરવાનો રહેશે. તેમાં એશ્યોર્ડ અમાઉન્ટ એટલે કે વિમાની રકમ 2,00,000 રૂપિયા છે.
શું ખાસિયત છે
દેશના દરેક વ્યક્તિને જીવન વીમાનો લાભ પહોંચાડવા માટે કેન્દ્રની મોદી સરકારે 9 મે, 2015ના રોજ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY)ની શરૂઆત કરી. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ વીમો ખરીદવા માટે કોઈ મેડિકલ તપાસની જરૂર નથી.
સૌથી સારી વાત એ છે કે આ પોલિસી લેવી ખૂબ જ સરળ છે. કોઈ પણ બેંકની બ્રાન્ચમાં જઇ અથવા ઘરે બેઠા તમારી બેંકની નેટ બેંકિંગના માધ્યમ દ્વારા આ સ્કીમ હેઠળ પોલિસી લઈ શકો છો. તમે આ યોજનાના પોર્ટલ પર જઇને પણ અરજી કરી શકો છો. વાર્ષિક પ્રીમિયમ ફક્ત 330 રૂપિયા છે, જે દર વર્ષે મે મહિનામાં ગ્રાહકના બચત ખાતામાંથી ઑટો-ડેબિટ થશે.
જો આ વીમા યોજનામાં એનરોલ કર્યાના 45 દિવસની અંદર વીમાધારકનું સામાન્ય મૃત્યુ થાય છે, તો તેના પરિવારના સભ્યોને વીમાનો લાભ નહીં મળે, તે પછી મળશે. પરંતુ જો મૃત્યુ અકસ્માતને કારણે થયું હોય તો વીમા કવરનો લાભ તાત્કાલિક મળશે. આ રીતે આકસ્મિક મૃત્યુના કિસ્સામાં પહેલા દિવસથી જ વીમા કવર મળી જાય છે.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના મોદી સરકારનો એક ટર્મ ઇન્શ્યોરન્સ પ્લાન છે. ટર્મ પ્લાન એટલે કે વીમા પોલિસી દરમિયાન પોલિસી ધારકનું મૃત્યુ થવા પર વીમા કંપની ઇન્શ્યોરન્સની રમકની ચુકવણી કરે છે. જો જીવન જ્યોતિ વીમા યોજના પૂર્ણ થયા પછી પણ પોલિસી ધારક બરાબર છે, તો તેને કોઈ લાભ મળતો નથી.
મેડિકલ તપાસ વગર પોલિસી
આ યોજના હેઠળ ઇડબ્લ્યુએસ (EWS) અને બીપીએલ સહિત લગભગ તમામ આવક જૂથો સાથે સંકળાયેલા તમામ નાગરિકો માટે પ્રીમિયમનો સસ્તો દર ઉપલબ્ધ છે. યોજના હેઠળના વીમા કવર એ જ વર્ષના 1લી જૂનથી શરૂ થશે અને પછીના વર્ષે 31 મે સુધી રહેશે. PMJJBYમાં વીમા ખરીદવા માટે કોઈ મેડિકલ તપાસની જરૂર નથી.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) હેઠળ ટર્મ પ્લાનને દર વર્ષે રિન્યૂ કરવાનો રહેશે. એટલે કે, એકવાર પ્રિમીયમ ભર્યા પર તમને એક વર્ષના સમગાળામાં જ વીમાનો લાભ મળશે. જો કોઈ પણ વર્ષમાં પ્રીમિયમ જમા કરવામાં આવતું નથી, તો પછી વીમાનો લાભ મળશે નહીં અને તમારી યોજના બંધ માનવામાં આવશે.
પ્રીમિયમની રકમ ઓટો ડેબિટ થાય છે
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) હેઠળ ટર્મ પ્લાન દર વર્ષે રીન્યુ કરવાનો હોય છે, પરંતુ તે બેંક ખાતામાંથી ઓટો ડેબિટ થાય છે એટલે કે જ્યારે પ્રીમિયમ કાપવામાં આવે છે, ત્યારે તમારા ખાતામાં પૈસા હોવા જોઈએ. જો તમારા ખાતામાં રૂપિયા ના હોય તો આગળના વર્ષે તમને વીમાનો લાભ નહીં મળે અને તમારી યોજના બંધ માનવામાં આવશે.
2 લાખ રૂપિયાનું વીમા કવર
જો વીમા કવરની અવધિ દરમિયાન પોલિસી હોલ્ડરનું મૃત્યુ થાય છે, તો 2 લાખ રૂપિયાની રકમ તેના પરિવારના સભ્યો (નોમિની)ને પ્રાપ્ત થશે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31