GSTV
Gujarat Government Advertisement

પાકિસ્તાને ફરી આલાપ્યો કાશ્મીર રાગ: ઇમરાન ખાને પીએમ મોદીને લખ્યો પત્ર, આ મુદ્દાઓ પર મુક્યો ભાર

ઇમરાન

Last Updated on March 31, 2021 by

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ પાકિસ્તાન દિવસનાં પ્રસંગે પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાનને પત્ર લખ્યો હતો, તેના જવાબમાં હવે ઇમરાન ખાને પીએમ મોદીને પત્ર લખીને દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્થિરતા, જમ્મુ અને કાશ્મિર સહિતનાં વિવાદ સહિતનાં મુદ્દાઓને હલ કરવા પર નિર્ભર છે.

pakistan imran khan

ઇમરાન ખાને પત્રમાં મોદીનો આભાર માન્યો

ઇમરાન ખાને તેમના પત્રમાં મોદીનો આભાર માન્યો, પાકિસ્તાનનાં લોકો આ દિવસને એક સ્વતંત્ર,સંપ્રભુ રાષ્ટ્રની કલ્પના કરવામાં અમારા સંસ્થાપક પિતાની બુધ્ધી અને દુરદર્શિતાને શ્રધ્ધાંજલિ અર્પણ કરીને મનાવે છે, જ્યાં સ્વતંત્રતામાં રહી શકાય છે અને પોતાની પુરી ક્ષમતાની અનુભુતી કરી શકે છે, પાકિસ્તાનના લોકો પણ ભારત સહિતનાં તમામ પાડોશી દેશો સાથે શાંતિપુર્ણ, સહકારી સંબંધ ઇચ્છે છે, અમે નિશ્ચિંત છિએ કે દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્થિરતા ભારત અને પાકિસ્તાન વચ્ચે મુદ્દાઓને હલ કરવા પર નિર્ભર છે, ખાસ કરીને જમ્મુ અને કાશ્મિરનો વિવાદ.

ઇમરાન

તેમણે પત્રમાં વધુમાં કહ્યું કે એક રચનાત્મક અને પરિણામ આવનારી ચર્ચા માટે સક્ષમ વાતાવરણનું નિર્માણ કરવું અનિવાર્ય છે, 23 માર્ચે પીએમ મોદીએ ઇમરાન ખાનને લખેલા પત્રમાં આતંર અને શત્રુતાથી રહીત વાતાવરણની અનિવાર્યતા પર ભાર મુક્યો હતો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો