GSTV
Gujarat Government Advertisement

શું તમે મિઠાઈની દુકાનના કાઉન્ટરમાં કૂતરાને જોયો છે ? VIDEO જોઈને થઈ જશો હક્કા-બક્કા

Last Updated on March 26, 2021 by

મિઠાઈ ખાવાનું મન થાય તો તમે સ્વીટ શોપ પર જઈને કાઉન્ટર પર તમારી પસંદની મિઠાઈ શોધો છો. અને તેને ખરીદો છો. પરંતુ શું તમે કયારેય મિઠાઈ કાઉન્ટર પર કૂતરાને જોયો છે? જી હાં. આવો જ એક વીડિયો સોસ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કૂતરો અચાનક મિઠાઈની શોપ પર કંઈક ખાવાની શોધમાં પહોંચે છે અને તેને ઓપન કાઉન્ટર દેખાતા તે તેની અંદર ધૂસી જાય છે. જોકે , ત્યાં સુધીમાં દુકાનદાર કૂતરાને મિઠાઈના કાઉન્ટરમાં જોઈ લે છે.

મિઠાઈના કાઉન્ટરમાં મચાવી અફરાતફરી

મિઠાઈના કાઉન્ટરમાં અંદર કૂતરાને જોઈને દુકાનદાર પણ ચોંકી ઉઠ્યો. બાદમાં તેને કૂતરાને ભગાવવાની કોશિશમાં લાગી ગયો. પરંતુ કૂતરો ઉથલ-પાથલ કરવા લાગે છે. જેથી દૂકાનદારે નીચે રાખેલી તમામ મિઠાઈઓ ખરાબ થઈ ગઈ. આ વીડિયોને જોયા બાદ તમે પણ હસવાનું રોકી નહિ શકો. કારણ કે તેમાં ન તો દૂકાનદારની ભૂલ છે ન તો કૂતરાની..

જબરદસ્ત આવી રહી છે કોમેન્ટ

આ વીડીયોમાં પોસ્ટ કરનારાઓએ પોતાના સ્ટેટસમાં લખ્યું, આ હલવાઈની દૂકાન છે, અને આ કૂતરો છે. અને હલવાઈ કૂતરાને ભગાડી રહ્યો છે. આ વીડિયોમાં 7 હજારથી વધારે વખત લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયોના કોમેન્ટ ,સેકશનમાં લોકો ખૂબ રમૂજી કોમેન્ટો કરી રહ્યા છે. કેટલાક લખે છે, કૂતરાની પાવરી થઈ રહી છે, તો કેટલાકે લખ્યુ કે, આમ જ વેચાઈ જશે આ મિઠાઈઓ….

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો