GSTV
Gujarat Government Advertisement

ખુશખબર/ સરકાર 2022 સુધીમાં 55000 ઘર બનાવશે, આવાસ નિર્માણ માટે રૂ. 900 કરોડની ફાળવણી

Last Updated on March 3, 2021 by

રાજ્ય સરકાર દ્વારા બજેટમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ 13 હજાર 493 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજ્યની નગરપાલિકાઓ, મનપા અને શહેરી વિકાસ સત્તા મંડળો માટે 4 હજાર 563 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ગટર અને વરસાદી પાણીના નિકાલ જેવી સુવિધાઓ માટે રૂ. 650 કરોડની ફાળવણી

નવા 55 હજાર આવાસના નિર્માણ અર્થે સહાય માટે 900 કરોડની જોગવાઈ કરાઈ છે. અમદાવાદ, ગાંધીનગર અને સુરત શહેર ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લીમીટેડ હેઠળ 568 કરોડની અને સ્વચ્છ ભારત મિશન તેમજ નિર્મળ ગુજરાત હેઠળ 200 કરોડની જોગવાઈ કરવામાં આવી. તો મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ જુથ બનાવી 1 લાખ સુધીનું વ્યાજ રહિત ધીરાણ આપવાની યોજના માટે 80 કરોડની જોગવાઈ કરવામાં આવી. શહેરી વિકાસ યોજના હેઠળ રાજ્યની નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ અને શહેરી વિકાસ સત્તામંડળો માટે રૂ. 4563 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે જ અમૃત યોજના અંતર્ગત 8 મહાનગરપાલિકા, 23 નગરપાલિકાઓમાં પાણી પુરવઠા, ગટર અને વરસાદી પાણીનો નિકાલ અને પરિવહન જેવી સુવિધાઓ માટે રૂ. 650 કરોડ ફાળવવામાં આવ્યાં છે.

રાજ્યમાં 2 લાખ યુવાઓને મળશે સરકારી નોકરી : CM રૂપાણી

રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 2021-22ના બજેટને આવકાર્યું છે. તેમણે બજેટના વખાણ કરતા જણાવ્યું હતું કે, ‘ઉત્તમથી સર્વોત્તમ તરફ જવા માટેનું આ બજેટ છે. બજેટમાં તમામ ક્ષેત્રને આવરી લેવાયા છે. રાજ્યમાં બે લાખ યુવાઓને સરકારી નોકરી મળશે અને 20 લાખ યુવાઓને ખાનગી સેક્ટરમાં નોકરી આપવાની કામગીરી કરવામાં આવશે.’

બજેટમાં વીજદરમાં કોઈ પણ જાતનો વધારો નહીં : CM રૂપાણી

આપણું રાજ્ય પરપ્રાંતિઓને રોજીરોટી આપવામાં પણ સક્ષમ છે. સીએમ રૂપાણીએ વધુમાં જણાવ્યુ હતું કે, ‘નવા કૃષિ ધિરાણ માટે વધુ રકમની ફાળવણી કરવામાં આવી છે. રાજ્યમાં ખેડૂતોને સારા બિયારણ મળે તે માટે રકમની ફાળવણી કરાઈ છે. બજેટમાં ગરીબ, ખેડૂત અને યુવાઓના ઉત્થાન માટે જોગવાઈ કરાઈ છે. બજેટમાં ખેડૂતોની ચિંતા કરાઈ છે. બજેટમાં વીજદરમાં કોઈ પણ પ્રકારનો વધારો પણ નથી કરાયો.’

બુલેટ ટ્રેન માટે સરકારે 1 હજાર 500 કરોડની ફાળવણી કરી : સૌરભ પટેલ

રાજ્યનાં નાણાં પ્રધાન નીતિન પટેલે વિધાનસભામાં 2.27 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે. ત્યારે રાજ્યના ઊર્જા પ્રધાન સૌરભ પટેલે બજેટ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘રાજ્યના નાયબ મુખ્ય પ્રધાને રજૂ કરેલું બજેટ અભિનંદનને પાત્ર છે. આ બજેટ કરવેરા વગરનું છે. સરકારે બજેટમાં આદિવાસી ભાઈઓ માટે વિચારણા કરી છે. બજેટમાં સૌની યોજના માટે એક હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. સરકારે બુલેટ ટ્રેન માટે 1 હજાર 500 કરોડની ફાળવણી કરી છે. કોરોનાના સમયમાં સરકારે સારી કામગીરી કરી છે. આશરે 11 હજાર કરોડનો ખર્ચ સરકાર દ્વારા કોરોના કાળમાં કરવામાં આવ્યો છે.’

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો