GSTV
Gujarat Government Advertisement

આઈપીએલ 2021: દેવદત્ત પડિક્કલ આરસીબી સાથે વગર હોટલ ક્વોરેન્ટાઇન થયે જોડાતા વિવાદ

Last Updated on April 10, 2021 by

કોરોના વાયરસને કારણે આઇપીએલ 2021 માં મુંબઈ ઈન્ડિયન્સ સામે પહેલી મેચમાં દેવદત્ત પડિક્કલ રમ્યો ન હતો.

દેવદત્ત 20 વર્ષનો બેટ્સમેન છે અને તેણે રન મશીન તરીકે પોતાની જાતને સાબિત કરી છે.

દેવદત્ત આઈપીએલ 2021 ની પ્રથમ મેચમાં રમ્યો ન હતો. તે કોરોના વાયરસને કારણે આ મેચથી દૂર રહ્યો હતો. પરંતુ તેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમના બાયો બબલમાં પ્રવેશ કર્યો છે. આ અંગે હોબાળો મચી ગયો છે. આઈપીએલની બાકીની ટીમોએ દેવદત્તને સીધા જ બાયો બબલમાં સામેલ કરવા અંગે નારાજગી વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે તેના પછીના સાત દિવસ માટે હોટલમાં ક્વોરેન્ટાઇન થવું ફરજિયાત છે. પણ પડિક્કલના કિસ્સામાં આવું બન્યું નથી. પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે કે શું બાયો સિક્યોર પ્રોટોકોલથી સંબંધિત નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું અથવા કોઈ છટકબારીનો લાભ લેવામાં આવ્યો હતો.

ક્રિકબઝે એક ફ્રેન્ચાઇઝીને ટાંકીને જણાવ્યું હતું કે, “જો ઘરેલુ ક્વોરેન્ટાઇનની મંજૂરી આપવામાં આવે તો અમારી ટીમના ઘણા ખેલાડીઓ તે કરી શકશે.” દેવદત્ત પડિક્કલ 22 માર્ચે કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી, તે ઘરે ક્વોરેન્ટાઇન થયો હતો. ત્યારબાદ તે 7 એપ્રિલે ચેન્નઈમાં ટીમ બબલમાં જોડાયો હતો. તે બેંગ્લોરથી કાર મારફતે ચેન્નઈ ગયો હતો. જો કે આરસીબી મેનેજમેન્ટનું કહેવું છે કે તમામ પ્રોટોકોલોનું પાલન કરવામાં આવ્યું હતું. આરસીબીના પ્રવક્તાએ ક્રિકબઝને કહ્યું, ‘કોવિડ ટેસ્ટમાં દેવદત્ત પડિક્કલનો રિપોર્ટ ત્રણ વખત નેગેટિવ આવ્યો હતો. ઉપરાંત, બીસીસીઆઈના તમામ નિયમો પર પણ વિચારણા કરવામાં આવ્યો હતો. ‘

ટીમે જારી કરેલા એક નિવેદનમાં ટીમે કહ્યું કે

“અમને એ જાણવતાં આનંદ થાય છે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ડાબા હાથનો બેટ્સમેન દેવદત્ત પડિક્કલ બીસીસીઆઈ પ્રોટોકોલ હેઠળ કોવિડ -19 ટેસ્ટ નેગેટિવમાં આવ્યા પછી 7 એપ્રિલે ટીમમાં જોડાયો હતો.” આરસીબીની તબીબી ટીમ સતત દેવદત્તના સંપર્કમાં છે.

નિયમો શું કહે છે

બીસીસીઆઈએ 19 માર્ચે તમામ ટીમોને કોરોના સંબંધિત નિયમો મોકલ્યા હતા. તે કહે છે કે બબલમાં જતા પહેલા સાત દિવસ હોટેલમાં ક્વોરેન્ટાઇન થવું જરૂરી છે. તમામ ફ્રેન્ચાઇઝી ટીમના સભ્યોએ બબલમાં જતા પહેલા સાત દિવસ હોટલમાં ક્વોરેન્ટાઇન થવાનું રહેશે. ટીમમાં જોડાતા અને તાલીમ આપતા પહેલા ટીમના તમામ સભ્યોએ કોવિડ -19 આરટી-પીસીઆર પરીક્ષણનું પાલન કરવું પડશે. આ અંતર્ગત નાકમાંથી નમૂના લેવામાં આવશે. નમૂના લીધા પછી, પરીક્ષણ અહેવાલ 8 થી 12 કલાકમાં આવશે. સતત ત્રણ નેગેટિવ પરીક્ષણો પછી જ બબલમાં પ્રવેશ મળશે.

ALSO READ

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો