Last Updated on April 11, 2021 by
દંતેવાડા ડીઆરજી અને કટેકલ્યાણ ક્ષેત્ર સમિતિ અને નક્સલવાદીઓ વચ્ચે રવિવારે બપોરના 2 વાગ્યા સુધી ગોળીબાર થયો હતો. આ ગોલીબારમાં ગાદમ અને જંગમપાલના જંગલોમાં એક નક્સલવાદીનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની ઓળખ વેટ્ટી હંગા તરીકે થઈ હતી. હંગા પર 1 લાખ રૂપિયાનું ઈનામ પણ હતું.
કેટલાય નક્સલીઓ ઠાર થયા હોવાની આશંકા
આ ગોળીબારમાં ઘણા અન્ય નક્સલવાદીઓના મોત કે ઈજાગ્રસ્ત થયાની આશંકા વ્યક્ત કરવામા આવી રહી છે. જ્યારે એક 8 એમએમએ પિસ્તોલ અને એક દેશી પિસ્તોલ કબજે કરવામા આવી હતી. આ ઉપરાંત 2 કિલો આઈઈડી વિસ્ફોટક, દારૂગોળો, નક્સલવાદી સાહિત્ય, દવાઓ અને અન્ય સામગ્રી કબજે કરવામા આવી હતી.
સરકારે જણાવ્યું કે, છત્તીસગઢમાં 8 જીલ્લામાં નક્સલવાદની અસર છે. જેમાં બીજાપુર, સુકમા, બસ્તર, દંતેવાડા, કાંકેર, નારાયણપુર, રાજનંદગાંવ અને કોંડાગાંવ સામેલ છે. 2011 થી 2020 ના 10 વર્ષના સમયગાળામાં છત્તિસગઢમાં 3 હજાર 772 નક્સલી હુમલા થયા છે. જેમાં 489 જવાનો શહીદ થયા હતા.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31