GSTV
Gujarat Government Advertisement

કેન્દ્રીય દળોએ નાગરિકોને છાતીમાં ગોળી મારી નરસંહાર કર્યો : CISF ગોળીબારની ઘટના મુદ્દે મમતાનો આરોપ

મમતા

Last Updated on April 12, 2021 by

પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજીએ દાવો કર્યો હતો કે બંગાળમાં ચૂંટણી સમયે સીઆઇએસએફના જવાનોએ નાગરિકોની છાતી પર ગોળી મારી હતી. આ ઘટનાને નરસંહાર ગણાવતા મમતાએ કહ્યું હતું કે સીઆઇએસએફ ઇન્ડસ્ટ્રિયલ સુરક્ષા ફોર્સ છે, ટોળાને કાબુમાં લેવા માટેનો તેની પાસે અનુભવ ન હોય, તેથી તેને તૈનાત કરવા પણ ખોટુ હતું.

રવિવારે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતી વેળાએ મમતાએ કહ્યું હતું કે બધા બહારના લોકોએ ગોળીબાર કર્યો હતો. નિયમ એવો છે કે ભીડને કાબુમાં કરવા માટે પહેલા લાઠી ચલાવવામાં આવે છે પણ અહીં તો કેન્દ્રીય દળના જવાનોએ સીધા નાગરિકોની છાતી પર ગોળી મારી દીધી હતી.

મમતા

કૂચ બિહારની ઘટનાની હકિકત છુપાવવા માટે ચૂંટણી પંચે નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો હતો તેવો દાવો

મે પહેલાથી જ કહ્યું હતું કે કેન્દ્રીય દળોનો ઉપયોગ નાગરિકોને ભયભીત કરવા માટે જ કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર નરસંહારનો જવાબ લોકો મતદાનથી આપશે. બીજી તરફ મમતા બેનરજીએ કહ્યું હતું કે ચૂંટણી પંચે કૂચ બિહારમાં રાજકારણીઓના પ્રવેશ પર જે પ્રતિબંધ મુક્યો હતો તે માત્ર અને માત્ર સીઆઇએસએફ દ્વારા નાગરિકોની હત્યા કરવાની જે ઘટના બની તેના પુરાવા દબાવવા અને કેસને આગળ વધતો અટકાવવા માટે જ લગાવાયો છે.

એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતી વેળાએ મમતાએ કહ્યું હતું કે કૂચબિહારમાં પ્રવેશ પર પ્રતિબંધ ભલે મુકવામાં આવ્યો હોય પણ હું જે સૃથળે આ ઘટના બની છે તેની મુલાકાત લઇશ અને પીડિતાનો પરિવારને મળીશ. આગામી14મી એપ્રીલે તેઓ આ વિસ્તારની મુલાકાત લે તેવી શક્યતાઓ છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો