GSTV
Gujarat Government Advertisement

રાજ્યના આ જિલ્લામાં શિક્ષકો બનશે ચોકીદાર!, કન્ટેનમેન્ટ ઝોનમાં વોચમેનની જેમ પહેરો ભરાવવાની તૈયારી શરૂ

કોરોના

Last Updated on April 12, 2021 by

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ભયાનક સ્તરે પહોંચી ગઇ છે. સ્મશાન ગૃહોમાં મૃતદેહોની લાંબી લાઇનો લાગી છે. તેમની ગણતરી માટે સુરતમાં શિક્ષકોને આદેશ આપવામાં આવ્યા છે. તેને લઇને ભારે વિવાદ ઉભો થયો છે. આ વિવાદ હજુ શમે તે પહેલા જ વધુ એક વિવાદ થવાના એંધાણ છે. સુરતમાં શિક્ષકોને હવે કન્ટેઇનમેન્ટ ઝોનમાં વોચમેનની જેમ પહેરો ભરાવવાની તૈયારી થઇ રહી છે.

corona death

પાંચ પ્રકારની કામગીરી સોંપવામાં આવશે

શિક્ષકોને કુલ 5 પ્રકારની કામગીરી સોંપવામાં આવશે. જે અંતર્ગત રસીકરણ જાગૃતિ, બેરીકેટીંગ, ધન્વંતરી, સુરક્ષા કવચ અને એક્ટિવ સર્વેલન્સની કામગીરીનો સમાવેશ થાય છે. પરંતુ કન્ટેઇનમેન્ટ ઝોનમાં બેરીકેટીંગની કામગીરીને લઇને શિક્ષકોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. કન્ટેઇનમેન્ટ ઝોનમાં રહેલા કોરોના પોઝિટિવ વ્યક્તિ ક્યાંય બહાર ન નીકળે તે જોવાની અને તેના પર પહેરો ભરવાની જવાબદારી શિક્ષકોને સોંપવાનું આયોજન થઇ રહ્યું છે. એક તરફ શાળામાં ઓનલાઇન શિક્ષણ, એકમ કસોટી તેમજ પરીક્ષાના પરિણામ તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, બીજી તરફ શિક્ષકોને હવે પાંચ પ્રકારની કામગીરી સોંપવાનું આયોજન થતાં શિક્ષકોમાં અસંતોષની લાગણી પ્રવર્તી રહી છે.

શિક્ષકો

સુરતમાં કોરોનાની સ્થિતિ

સુરતમાં કોરોના પરિસ્થિતિ વણસી રહી છે. સિટીમાં આજે સત્તાવાર 16 અને જીલ્લામાં 2 મળી કુલ 18 વ્યકિતના મૃત્યુ નોંધાયા છે.સિટીમાં નવા 1087 અને જીલ્લામાં રેકોર્ડબ્રેક 361 મળી કોરોનાનાં નવા 1448 દર્દી નોંધાયા છે. શહેરના તમામ આઠે ઝોનમાં પ્રથમવાર 100થી વધુ કેસ નોધાયા છે. તો શહેરમાંથી વધુ 643 અને ગ્રામ્યમાંથી 129 મળી કુલ 772 દર્દીને રજા અપાઇ હતી.

આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત રવિવારે નોંધાયેલા 16 મોતમાં અડાજણના 81 વર્ષીય વૃદ્ધ, કતારગામના 65 વર્ષીય વૃદ્ધા, વેડરોડના 78 વર્ષના વૃદ્ધા, ડીંડોલીના 60વર્ષના વૃદ્ધા, અમરોલીના 65 વર્ષના વૃદ્ધા, ડીંડોલીના 65 વર્ષના વૃદ્ધ, પાર્લે પોઇન્ટની 58 વર્ષની મહિલા, લિંબાયતના 55 વર્ષના પ્રોઢ, વરાછાના 72વર્ષના વૃદ્ધા, અમરોલીના 65 વર્ષીય વૃદ્ધા,મોરાભાગળના 65 વર્ષના વૃદ્ધ,રાંદેરના 70 વર્ષના વૃદ્ધ,ઉધનાના 75 વર્ષના વૃદ્ધ,ઉધનાના 66 વર્ષના વૃદ્ધ,પુણાગામના 48 વર્ષીય આધેડ અને પુણાગામના 61 વર્ષના વૃદ્ધાનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રામ્યમાં માંગરોળના 60 વર્ષીય વૃદ્વા અને પલસાણામાં 25 વર્ષના યુવાનને કોરોના ભરખી ગયો છે. સિટીમાં નવા 1087 કેસ પૈકી સૌથી વધુ અઠવામાં 185, રાંદેરમાં 171, સેન્ટ્રલમાં 141 સહિત તમામ ઝોનમાં 100 વધુ કેસ છે. સિટીમાં કુલ કેસ 57,728 અને મૃત્યુઆંક989 થયો છે. ગ્રામ્યમાં કુલ કેસ 17,219, મૃત્યુઆંક 294 છે. સિટી-ગ્રામ્ય મળીને કુલ કેસનો આંક 74,947 અને મૃત્યુઆંક 1283 છે. સિટીમાં સાજા થનારા દર્દીઓનો આંક 53,133 અને ગ્રામ્યમાં 14,842 મળીને કુલ આંક 69,975 થયો છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33