GSTV
Gujarat Government Advertisement

200 સીટથી બંગાળ જીતશે/ મમતા 2019માં અડધી થઈ 2021માં પૂરી કરી દઈશું સાફ : ભાજપના નેતાઓ સપનાં જોવા લાગ્યા

Last Updated on March 8, 2021 by

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીઓ અંગે તમામ પક્ષ તૈયારીઓ કરી રહ્યાં છે. ભાજપ પણ ચૂંટણી મામલે તમામ તાકાત લગાવી રહી છે. જે હેઠળ રથ યાત્રાથી લઈ વડાપ્રધાન મોદીની મોટી રેલી સહિતના આયોજન થકી ટીએમસીને મજબૂત ટક્કર આપવાના પ્રયાસમાં લાગેલી છે. હવે પશ્ચિમ બંગાળમાં ભાજપ અધ્યક્ષે કહ્યું કે, ‘કંઈ પણ થઈ જાય અમે વિધાનસભામાં 200 બેઠકો જીતીને જ રહીશું.’

MODI-MAMTA

દિલીપ ઘોષે કહ્યું કે, ‘અમે 200થી ઓછી બેઠકો નહીં જીતીએ. અમે 200થી વધુ જ જીતીશું. અમે આજે નહીં પણ 5 વર્ષ અગાઉ જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. અમે તબક્કાવાર રીતે આગળ વધી રહ્યાં છીએ. આપણે બધાએ લોકસભા ચૂંટણીના પરિણામો જોયા છીએ. અમે 2019માં મમતા સરકારને અડધી અને 2021માં આખી સાફ કરવાના મંત્ર સાથે જ કામ કર્યું છે.’

બંગાળમાં મોદી 20 તો શાહ 50 સભાઓને સંબોધશે

પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં યોજાવાની છે. વડાપ્રધાન મોદી ૨૦ તો ગૃહમંત્રી અમિત શાહ ૫૦ સભાઓને સંબોધન કરશે. પક્ષના એક વરિષ્ઠ નેતા અનુસાર, સાતમી માર્ચે વડાપ્રધાનની સભા બ્રિગેડ મેદાનમાં યોજાશે અને તેના માટે તડામાર તૈયારીઓ શરૂ કરાઇ છે અને કાર્યકરતાઓને અમુક સંખ્યામાં લોકોને લાવવા માટે કામગીરી સોંપાઇ હતી.

ભાજપની યોજના દસ લાખ લોકો ભેગા કરવાની છે. આ માટે પક્ષે ઘેર ઘેર જઇને પ્રચારની શરૂઆત કરી છે. ભાજપ મોદીની સભાથી જ બંગાળીઓને સંદેશ આપવા ઇચ્છે છે કે જુઓ જંગી સભામાં લોકો આવ્યા છે. પ્રદેશ ભાજપ પ્રમુખ દિલીપ ઘોષ અને વરિષ્ઠ નેતા કૈલાશ વિજયવર્ગીયે બ્રિગેડ મેદાનની મુલાકાત લીધી હતી. ‘પીએમ અમારા પ્રચારના ઇન્ચાર્જ છે. મોદી અને અમિત શાહની સભાઓ ભાજપ માટે સાનુકુળ વાતાવરણ ઊભું કરશે. એમ તો ૨૦ સભાઓની વિનંતી કરી હતી, પરંતુ અમને વિશ્વાસ છે કે તેઓ ૨૦ તો કરશે જ ‘એમ પક્ષના એક નેતાએ કહ્યું હતું.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો