Last Updated on March 6, 2021 by
નરેન્દ્ર મોદી રવિવારે કોલકાત્તાના પરેડ ગ્રાઉન્ડમાં સભા યોજવાના છે. મોદીની સભાને ઐતિહાસિક બનાવવા માટે ભાજપ પૂરી તાકાત લગાવી રહ્યો છે. સાથે સાથે બંગાળમાં જબરદસ્ત લોકપ્રિયતા ધરાવતા કેટલાક સ્ટાર્સ અને બુધ્ધિજીવીઓ મોદીની રેલીમાં હાજર રહે એ માટે પણ ભાજપ પૂરી તાકાત લગાવી રહ્યો છે.
બંગાળમાં શહેરી વિસ્તારમાં બુધ્ધિજીવીઓનો પ્રભાવ જોરદાર છે તેથી મોદી ઈચ્છે છે કે, બંગાળમાં સેલિબ્રિટી ગણાતા બૌધ્ધિકોમાંથી બે-ચાર લોકો પોતાની સભામાં હાજર રહે. બંગાળી સંસ્કૃતિના પુરસ્કર્તાઓ પણ ભાજપ સાથે છે એવો મેસેજ મોદી આપવા માગે છે. જો કે મોટા ભાગના બૌધ્ધિકો ભાજપને ઈન્કાર કરી ચૂક્યા છે.
મોદીને કરવો હતો શૉ ઓફ પણ થઈ ગયો ફિયાસ્કો
ભાજપનાં સૂત્રોના મતે, ભાજપના નેતાઓએ દેવ, જીત, પ્રસન્નજીત જેવા ફિલ્મ સ્ટાર્સનો પણ મોદીની સભામાં હાજર રહેવા સંપર્ક કર્યો હતો પણ આ સ્ટાર્સ રાજકારણથી દૂર રહેવા માગે છે. દેવ પહેલાં મમતા માટે પ્રચાર કરી ચૂક્યો છે તેથી તેણે સ્પષ્ટ ના કહી. ભાજપ સૌરવ ગાંગુલીને પણ મોદીની સભામાં હાજર રાખવા મનાવી રહ્યો છે પણ ગાંગુલી પણ ખરાબ તબિયતના બહાને તૈયાર નથી.
read also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31