GSTV
Gujarat Government Advertisement

‘અનુપમા’ના આ ફેમસ એક્ટર્સ એક એપિસોડથી જ કરે છે ધૂમ કમાણી, ફીસ જાણશો તો મોઢામાં આંગળા નાંખી દેશો

અનુપમા

Last Updated on April 9, 2021 by

ટીવી શૉ ‘અનુપમા’એ ખૂબ  જ ઓછા સમયમાં ઘણી પોપ્યુલારિટી હાંસેલ કરી છે. રાજન શાહનો આ શૉ દર્શાવે છે કે એક મહિલા પોતાના રોજિંદા જીવનમાં કેવી રીતે સંઘર્ષ કરે છે. સ્ત્રી ધન પર વાત કરવાથી લઇને આ શૉમાં ઘરની બહાર મહિલાઓ કયા પડકારોનો સામનો કરે છે તેના વિશે વાત થતી નજરે આવે છે. આ સીરીયલ ઘણાં ઓછા સમયમાં ઘણા લોકો વચ્ચે ફેમસ થઇ છે.

આ શૉમાં રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે, મદાલસા શર્મા, અલ્પના બુચ, અરવિંદ વૈદ્ય, પારસ કલનાવત, આશીષ મહેરોત્રા, મુસ્કાન બામની, શેખર ખુક્લા, નિધિ શાહ અને તસ્નીમ શેખ મુખ્ય કિરદારમાં નજરે આવે છે. સૌકોઇની પોતાની ફેન ફોલોઇંગ છે. ધીમે ધીમે તમામ દર્શકો વચ્ચે પોતાની ખાસ ઓળખ બનાવી રહ્યાં છે. પરંતુ શું તમે જાણો છો કે આ શૉમાં તમામ એક્ટર્સ પ્રતિ એપિસોડ ઘણી મોટી રકમ ચાર્જ કરે છે.

શરૂઆત કરીએ રૂપાલી ગાંગુલી સાથે. રૂપાલી ‘અનુપમા’ની લીડ એક્ટ્રેસ છે અને પ્રતિ એપિસોડ 60 હજાર રૂપિયા ચાર્જ કરે છે. શૉની આ હાઇએસ્ટ પેડ એક્ટ્રેસ છે.

મદાલસા શર્મા પણ આ શૉનો હિસ્સો છે. તે શૉમાં કાવ્યાના રોલમાં જોવા મળે છે. તે પ્રતિ એપિસોડ 30 હજાર રૂપિયા ચાર્જ કરે છે.

તે બાદ સુધાંશુ પાંડે જે શૉમાં વનરાજનુ પાત્ર ભજવે છે, તે 50 હજાર રૂપિયા પ્રતિ એપિસોડ ચાર્જ કરે છે. આ શૉનો બીજો હાઇએસ્ટ પેઇડ એક્ટર છે.

આ ઉપરાંત પારસ કલનાવત શૉમાં સમર વનરાજ શાહનું પાત્ર ભજવે છે. તે પ્રતિ એપિસોડ 35 હજાર રૂપિયા ચાર્જ કરે છે.

અનુપમા

મુસ્કાન બામનીની સેલરી પણ ઘણી વધુ છે. તે પ્રતિ એપિસોડ 27 હજાર રૂપિયા લે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો