Last Updated on April 10, 2021 by
કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે આજે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોરોનાને કાબૂમાં લેવાના ઉપાયોની ચર્ચા કરવા માટે એક ઓનલાઈન બેઠક યોજી હતી. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે, કોરોના મહામારીમાં મોદી સરકારનુ મિસ મેનેજમેન્ટ જોવા મળ્યુ છે.કોરોના વેક્સીનની નિકાસના કારણે દેશમાં કોરોના રસીની તંગી સર્જાઈ છે.
કોરોનાનુ સંક્રમણ વધી રહ્યુ છે ત્યારે મુખ્ય વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસની જવાબદારી છે કે, આપણે મુદ્દા ઉઠાવીએ અને સરકાર પર દબાણ વધારીએ જેથી સરકાર લોકોના હિતમાં કામ કરે.કોરોનાના મોતના આંકડા રજૂ કરવામાં પારદર્શિતાની પણ એટલી જ જરુર છે.
તેમણે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યુ હતુ કે, આપણે પહેલા ભારતમાં રસીકરણ પર ધ્યાન કેન્દ્રીત કરવાની અને પછીથી રસીની નિકાસ બીજા દેશોને કરવાની જરુર હતી. ચૂંટણીઓ દરમિયાન મોટા પાયે લોકોના ભેગા થવાથી તેમજ ધાર્મિક કાર્યક્રમોના આયોજનોના કારણે દેશમાં કોરોના તેજીથી ફેલાયો છે.આ માટે આપણે તમામ વત્તા ઓછા અંશે જવાબદાર છે.આપણે આ જવાબદારી સ્વીકારીને રાષ્ટ્રના હિતને ઉપર રાખવાની જરુર છે. તેમણે કોંગ્રેસ શાસિત મુખ્યમંત્રીઓને કોરોનાના સંક્રમણને ફેલાતુ રોકવા માટે પોતાના રાજ્યોમાં આકરા પગલા ભરવા અપીલ કરી હતી અને ગરીબ વર્ગને મદદ પહોંચાડવા માટે કહ્યુ હતુ.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31