Last Updated on April 11, 2021 by
વડાપ્રધાન મોદીની સૂચના પર દેશભરમાં 11 એપ્રિલથી 14 એપ્રિલ સુધી ‘ટીકા ઉત્સવ’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેનો હેતુ કોવિડ-19 વિરુદ્ધ લડાઈમાં વધુમાં વધુ યોગ્ય નાગરિકોને રસીકરણ કરવાનો છે.
દેશમાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં સમગ્ર દેશમાં કોરોનાના 1,52,879 નવા કેસો સામે આવ્યા છે. તેને જોતા રસીકરણ પ્રોગ્રામમાં ઝડપ લાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, તેમાંથી એક ‘ટીકા ઉત્સવ’ છે. મોટી સંખ્યમાં રસીકરણ કરવા માટે ચાર દિવસ માટે આ ‘ટીકા ઉત્સવ’ 14 એપ્રિલ સુધી ચાલશે. મહત્વપૂર્ણ છે કે 14 એપ્રિલે બંધારણ નિર્માતા ડો. ભીમરાવ આંબેડકરની જયંતી પણ છે.
‘ટીકા ઉત્સવ’ને લઇ પીએમ મોદીએ ટ્વીટ કરી કે, આજે અમે દેશભરમાં ટીકા ઉત્સવની શરૂઆત કરી રહ્યા છે. કોરોના વિરુદ્ધ લડાઈના આ તબક્કામાં દેશવાસીઓને મારી ચાર અપીલ છે.
પીએમ મોદીની લોકોને ચાર અપીલ
1) જે લોકો ઓછા ભણેલા છે, વૃદ્ધ છે, જે પોતે જઇ રસી નથી લઇ સકતા તેમની મદદ કરો.
2) જે લોકો પાસે સાધન ઓછા છે. જે લોકોમાં જાણકારીનો અભાવ છે. તેમની કોરોનાની સારવારમાં મદદ કરો.
3) હું પોતે પણ માસ્ક પહેરું અને આ રીતે પોતાની પણ સુરક્ષા કરો અને બીજાને પણ સુરક્ષિત રાખું. તેના પર ભાર આપો.
4) અને ચોથી મહત્વની વાત, કોઇને કોરોના હોવાની સ્થિતિમાં ‘માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન’ બનાવવાનું નેતૃત્વ સમાજના લોકો કરે. જ્યાં એક પણ કોરોના પોઝિટવ કેસ આવ્યો છે. ત્યાં પરિવારના લોકો અને સમાજના લોકો માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન બનાવવો જોઇએ.
પીએમ મોદીએ જણાવ્યું કે ટીકા ઉત્સવ કોરોના વિરુદ્ધ બીજી લડાઈ છે. આપણે વ્યક્તિગત અને સામાજિક સ્તરે સ્વચ્છતા પર ભાર મુકવો પડશે. વડાપ્રધાને કોવિડ સારવારમાં માસ્કને પ્રોત્સાહન આપી વાઇરસથી બચાવમાં અન્ય લોકોની મદદ કરવાની અપીલ કરી છે અને જણાવ્યું છે કે ‘દરેક વ્યક્તિ બીજા વ્યક્તિની રક્ષા કરે‘. ‘દરેક વ્યક્તિ બીજા વ્યક્તિનો બચાવ કરે’
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31