Last Updated on March 17, 2021 by
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે ફરી વધી રહેલા કોરોના સંકટ મુદ્દે ચર્ચા કરી હતી. વડાપ્રધાન મોદીએ બેઠકમાં તમામ રાજ્યોને ફરી ટેસ્ટિંગ-ટ્રેકિંગ અને ટ્રિટમેન્ટના મંત્ર પર ભાર આપવા કહ્યું હતું. વડાપ્રધાને મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ જેવા રાજ્યોમાં વધી રહેલા કેસો મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી.
We will have to immediately stop the emerging second wave of Corona and for this, we will have to take quick and decisive steps: Prime Minister Narendra Modi in the meeting with all Chief Ministers #COVID19 pic.twitter.com/LWp0NQeAQA
— ANI (@ANI) March 17, 2021
કોરોનાની આ લહેરને નહીં અટકાવીએ તો દેશવ્યાપી અસર જોવા મળી શકે : PM
વડાપ્રધાને કહ્યું કે – ‘વિશ્વના ઘણા દેશોમાં કોરોનાની ઘણી લહેર સામે આવી, ભારતમાં પણ અમુક રાજ્યોમાં અચાનક કેસ વધવા લાગ્યા છે. મહારાષ્ટ્ર-મધ્ય પ્રદેશમાં પોઝિટિવ રેટ વધ્યો છે. કોરોનાની આ લહેરને નહીં અટકાવીએ તો દેશવ્યાપી અસર જોવા મળી શકે છે. આપણે જનતાને પેનિક મોડમાં લાવવાનું. RT-PCR ટેસ્ટની સંખ્યા 70 ટકાથી વધારે કરવી પડશે. કેરળ-ઉત્તર પ્રદેશ અને છત્તિસગઢમાં માત્ર રેપિડ ટેસ્ટિંગ જ કરવામાં આવે છે, જે ચિંતાનો વિષય છે.
વેક્સિનેશનની ગતિ વધારવા પર વડાપ્રધાને ભાર આપ્યો
હવે ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં કોરોના કેસ વધી રહ્યાં છે, જો તેને નહીં અટકાવીએ તો ગામડાઓમાં કેસ વધી શકે છે અને પછી કોરોના પર નિયંત્રણ મેળવવું સરળ નહીં હોય.’ વડાપ્રધાને તેલંગાણા-ઉત્તર પ્રદેશ-આંધ્ર પ્રદેશમાં વેક્સિનેશનના વેસ્ટેજનો આંક 10 ટકા સુધી હોવા પર ચિંતા વ્યક્ત કરી હતી. વેક્સિન વેસ્ટેજ અટકાવી વેક્સિનેશનની ગતિ વધારવા પર વડાપ્રધાને ભાર આપ્યો હતો. આ સાથે ખાનગી-સરકારી તમામ સ્થળે વેક્સિનેશનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા જણાવ્યું હતું.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31