GSTV
Gujarat Government Advertisement

મોદી છે તો શક્ય છે! રામ અને કૃષ્ણની જેમ પીએમને લોકો ભગવાન માનશો : જયજયકાર કરવાનો શરૂ કરો, આ સીએમે હદ વટાવી

Last Updated on March 15, 2021 by

ઉત્તરાખંડના સીએમ તરીકે તાજેતરમાં જ તિરથસિંહ રાવતની વરણી થઈ છે. જોકે એ પછી તિરથસિંહ રાવત મોદીના વખાણ કરતા થાકી રહ્યાં નથી. જો કે હરદ્વારમાં યોજાયેલા એક કાર્યક્રમમાં પીએમ મોદીના વખાણ કરવામાં તેમણે તમામ હદો વટાવી દીધી હતી અને પીએમ મોદીની તુલના ભગવાન રામ અને કૃષ્ણ સાથે કરી નાંખી હતી.

PM મોદીને આવનારા સમયમાં લોકો ભગવાન રામ અને કૃષ્ણની જેમ માનશે : તિરથસિંહ

રાવતે કહ્યું હતું કે, જે રીતે દ્વાપર અને ત્રેતા યુગમાં ભગવન રામ અને કૃષ્ણને તેમના કામોના કારણે લોકો ભગવાન માનવા માંડ્યા હતા તે જ રીતે પીએમ મોદીને આવનારા સમયમાં લોકો ભગવાન રામ અને કૃષ્ણની જેમ માનવા માંડશે.

તેમણે કહ્યું હતું કે, પીએમ મોદી એક ચમત્કારિક વ્યક્ત છે. તેમના પહેલા ભારતના વડાપ્રધાનોને દુનિયામાં ખાસ મહત્વ મળતું નહોતું પણ આજે દુનિયાભરના મોટા મોટા નેતા પીએમ મોદી સાથે ફોટો ખેંચાવવા માટે પણ ઈચ્છુંક હોય છે.

મોદી આ દેશમાં જે કામ કરી રહ્યાં છે તે માટે લોકોએ તેમનો જયજકાર કરવો જોઈએ : તિરથસિંહ

તેમણે કહ્યું, જે રીતે દ્વાપર અને ત્રેતા યુગમાં ભગવાન રામ અને કૃષ્ણે સમાજ માટે કાર્યો કર્યા હતા તે જ રીતે મોદીએ કરેલા કામના કારણે લોકો તેમને ભગવાન તરીકે જોશે. મોદી આ દેશમાં જે કામ કરી રહ્યા છે તે માટે લોકોએ તેમનો જયજકાર કરવો જોઈએ. રાવતે કહ્યું હતું કે, મોદી છે તો બધું જ શક્ય છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો