Last Updated on March 19, 2021 by
ફેશન સેંસ હોવી એ સારી બાબત છે, પણ જો આ જ ફૈશનના કારણે મુસિબત ઉભી થાય તો, તેનાથી જરા બચીને રહેવુ જોઈએ. તબિયતથી વધારે જ્યારે ફૈશનને મહત્વ આપવામાં આવે, ત્યારે આ ચાઈનીઝ અભિનેત્રી જેવા હાલ થઈ જાય.
સોશિયલ મીડિયા આ કિસ્સો ત્યારે વાયરલ થઈ ગયો, જ્યારે Zhang Meng નામની એક ચીની અભિનેત્રીએ પોતાના આઉટફીટ કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. તેની ઈજા પણ થઈ.
આ વાત નવાઈ પમાડે તેવી પણ છે સત્ય. હકીકતમાં જોઈએ તો, Zhang Meng એક પ્રોગ્રામમાં ખૂબ જ ટાઈટ ડ્રેસ પહેર્યો હતો. જેના કારણે તેની પાંસળીઓમાં ખૂબ ગંભીર ઈજા થઈ, અભિનેત્રીએ ખુદ આ વાતની જાણકારી આપી હતી.
તેણે કહ્યુ હતું કે, આપ તમામે મારી ચિંતા કરી તે બદલ આભાર. હું ઠીક છું. હકીકતમાં મારો ડ્રેસ થોડો નાનો હતો, પણ મારી પાસે ઓલ્ટર કરવાનો ટાઈમ નહોતો. ડ્રેસમાં કોઈ ખામી નહોતી. હું જ થોડી જાડી છું.
અભિનેત્રી આગળ જણાવે છે કે, મારી ચિંતા કરવા બદલ આભાર, પણ સુંદરતાની સાથે સાથે શરીરનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. હવે આ જ્ઞાન એવું છે કે, હોસ્પિટલમાં દાખલ થયાં પછી આ અભિનેત્રી યાદ આવ્યું.
પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, આ અભિનેત્રીએ હોસ્પિટલમાં સારવાર કરાવી છે. તેને પાંસળીઓમાં ખૂબ ઈજા થઈ રહી હતી. ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે ટાઈટ ડ્રેસના કારણે આ પ્રકારની ઈજાઓ થઈ છે.
ડોક્ટર્સ આ અંગે જણાવે છે કે, ટાઈટ ડ્રેસ પહેરવાના કારણે પાંસળીયો હદ કરતા વધારે અંદર દબાઈ જતી હોય છે. જેના કારણે તેના પર પ્રેશર આવે છે અને આવો દુખાવો શરૂ થાય છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31