GSTV
Gujarat Government Advertisement

ખાસ વાંચો/ આગામી મહિનાથી રદ્દ થઇ શકે છે તમારુ PAN Card, આજે જ કરી લો આ કામ નહીંતર દોડતા થઇ જશો

pan

Last Updated on March 22, 2021 by

આવકવેરા વિભાગે તમામ PAN Cardને આધાર સાથે લિંક કરાવવુ ફરજિયાત બનાવી દીધું છે. તેથી જો તમે હજુ સુધી PAN Cardને આધાર સાથે લિંક નથી કરાવ્યેં તો, એલર્ટ થઇ જાઓ. સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સે પરમનેંટ એકાઉન્ટ નંબર અને આધાર લિંકિંગની અંતિમ તારીખ 31 માર્ચ 2021 નક્કી કરી છે, એટલે કે તમારી પાસે હવે 10 દિવસ જ બચ્યા છે. તે બાદ જે લોકોનું PAN Card આધાર સાથે લિંક નહી થાય, તેમણે 10 હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. આ સાથે જ તેમનું PAN Card ડિએક્ટિવેટ થઇ જશે. તેથી તમામ PAN Card ધારકોએ સ્ટેટસ ચેક કરી આધાર સાથે જલ્દી લિંક કરાવવુ જોઇએ. સૌથી પહેલા તમારે તે જાણવુ જોઇએ કે તમારુ PAN Card આધાર સાથે લિંક છે કે નહીં.

pan

ઇનકમટેક્સ વિભાગની વેબસાઇટથી ચેક કરો સ્ટેટસ

  • સૌપ્રથમ ઇનકમટેક્સ વિભાગની ઑફિશિયલ વેબસાઇટ www.incometaxindiaefiling.gov.in પર જાઓ.
  • અહીં ડાબી બાજુ લખેલા ક્વિક લિંક વિકલ્પના લિંક આધાર પર ક્લિક કરો.
  • નવા ખુલેલા પેજની ઉપરની તરફ હાઇપરલિંક હશે, જ્યાં પહેલા જ આધાર લિંકની અરજીની જાણકારી હશે.
  • આ હાઇપરલિંક પર ક્લિર કરી તમારે પેન તથા આધારની ડિટેલ ભરવાની છે.
  • તે બાદ વ્યૂ લિંક આધાર સ્ટેટસ પર ક્લિક કરો. તમને જાણવા મળી જશે કે તમારુ આધાર અને પેન લિંક છે કે નહીં.

શું છે નિયમ

જો તમારુ PAN Card ડિએક્ટિવેટ થઇ ગયું હોય અને તમે તમારા બેંક એકાઉન્ટમાંથી 50 હજાર રૂપિયાથી વધુ ઉપાડવા માટે PAN Cardનો ઉપયોગ કરો છો તો તમારે 10 હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે. આ ઉપરાંત PAN Card વિના મોટા રકમ ઉપાડવી શક્ય નથી. સાથે જ ડિએક્ટિવેટ PAN Cardથી થયેલા દરેક ટ્રાન્જેક્શન પર દંડ ભરવો પડશે.

PAN

PAN Card – Aadhaar Card કેવી રીતે કરાવી શકો છો લિંક

ઑનલાઇન PAN Cardને આધાર કાર્ડ સાથે લિંક કરાવવા માટે સૌથી પહેલા ઇનકમ ટેક્સની વેબસાઇટ પર જવાનું છે. અહીં આધાર કાર્ડમાં આપવામાં આવેલુ નામ, પેન નંબર અને આધાર નંબર રજીસ્ટર કરાવવાનું છે. તે બાદ આધાર કાર્ડમાં જન્મનું વર્ષ મેંશન કરવા પર સ્ક્વેયર પર ટિક કરો. તે બાદ કેપ્ચા કોડ એન્ટર કરો. હવે Link Aadhaar બટન પર ક્લિક કરો. તે બાદ તમારુ પેન આધાર સાથે લિંક થઇ જશે.

PAN

SMS મોકલીને પણ કરાવી શકો છો લિંક

તેના માટે તમારા ફોન પર UIDPAN ટાઇપ કરો. તે બાદ 12 ડિજિટનો આધાર નંબર નાંખો. તે બાદ 10 ડિજિટનો PAN નંબર નાંખો. તે બાદ સ્ટેપ 1માં જણાવવામાં આવેલો મેસેજ 567678 અથવા 56161 પર મોકલી દો. જણાવી દઇએ કે ડિએક્ટિવેટ PAN Cardને પણ ઓરેટિવ કરી શકાય છે. તેના માટે એક એસએમએસ કરવાનો છે. તેના માટે મેસેજ બોક્સમાં જઇને તમારા રજીસ્ટર્ડ મોબાઇલથી 12 અંકોનો PAN નંબર એન્ટર કર્યા બાદ સ્પેસ આપીને 10 અંકોનો આધાર નંબર એન્ટર કરવાનો છે અને 567678 અથવા 56161 પર એસએમએસ કરવાનો છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો