Last Updated on March 19, 2021 by
જો તમે પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરો છો, તો આ સમાચાર તમારા માટે છે. તમારા પગારમાંથી કપાતી પીએફની રકમ પર સરકાર સારુ એવું વ્યાજ ચૂકવે છે. પરંતુ કેટલાક લોકો નોકરી બદલવા સાથે એકાઉન્ટ ખાલી કરી નાંખે છે, જે ખૂબ જ નુકસાનકારક છે. જો તમે પણ તાજેતરમાં જ તમારી નોકરી બદલી છે, તો તમારે આ ભૂલ બિલકુલ ન કરવી જોઈએ કારણ કે તેનાથી તમારું મોટું નુકસાન થાય છે.
જો તમે નોકરી બદલો છો તો PFએકાઉન્ટ ખાલી ન કરો
ઇપીએફઓના જણાવ્યા અનુસાર, કોઈપણ કર્મચારીએ નોકરી બદલવા પર PFખાતું ખાલી કરવુ જોઇએ નહીં. ખરેખર લોકો આવું એટલા માટે કરે છે કારણ કે તેઓને લાગે છે કે નોકરી છોડ્યા પછી તે ખાતામાં કોઈ વ્યાજ મળતું નથી, પરંતુ એવું નથી. નિયમો અનુસાર, નોકરી છોડ્યા પછી પણ, એકાઉન્ટ પર વ્યાજ મળતું રહે છે.
3 વર્ષ સુધી મળે છે વ્યાજ
કર્મચારી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન, બિન-સક્રિય એકાઉન્ટ્સ પર પણ 3 વર્ષ સુધી વ્યાજ ચૂકવે છે. જો કોઈ કર્મચારી નોકરી છોડ્યા પછી ખાતું ખાલી નથી કરતો, તો ઇપીએફઓ તેના પર ત્રણ વર્ષ સુધી વ્યાજ ચૂકવે છે. ખાતું ખાલી કરાવવા પર, તમે સારા ભવિષ્ય માટે થતી બચત ખતમ કરી નાંખો છો, સાથે સાથે પેન્શન યોજના પણ પ્રભાવિત થાય છે. તેથી, PFખાતું ક્યારેય ખાલી ન કરવું જોઈએ. જોબ બદલવા પર, નવી કંપનીમાં જૂના ખાતા વિશે માહિતી આપવી જોઈએ.
PFમાં કેટલી રકમ જમા થાય છે
કર્મચારીઓ અને કંપની બંને મળીને મૂળ પગારના 12-12 ટકા PF ખાતામાં જમા કરે છે. સરકાર આ ખાતા પર વ્યાજ ચૂકવે છે. PFખાતા પર હાલમાં 8.50 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. આ વ્યાજ દર અન્ય બચત ખાતા કરતા વધુ સારો છે. આને કારણે, જ્યારે કર્મચારીઓ જરૂર પડે ત્યારે જ PFએકાઉન્ટમાંથી પૈસા ઉપાડે છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31