Last Updated on February 26, 2021 by
સરકારી અને ખાનગી બેંકો દ્વારા લોકરની સુવિધા આપવામાં આવે છે. ગ્રાહક સામાન્યરીતે ઘરેણા અને મહત્વપૂર્ણ દસ્તાવેજોને સૂરક્ષિત રાખવા માટે બંક લોકર્સની સૂવિધાનો લાભ ઉઠાવે છે. લોકરની સુવિધા મળવા પર તે પોતાના લોકરને નિયમિત આધાર પર જોતા પણ નથી. પરંતુ હવે લોકરોને અવગણવુ તમને ભારે પડી શકે છે. RBIના નિયમો અનુસાર તમને વર્ષમાં ઓછામાં ઓછા એકવાર જોવાની આવશ્યકતા હોય છે. એવુ નહિ કરવા પર બેંક લોકર ખોલી શકે છે.
આરબીઆઈના નિયમો અનુસાર, જો તમે લો-રિસ્ક કેટેગરીમાં આવશો, તો તમને વધુ સમય મળી શકે છે. જેઓ મધ્યમ જોખમ કેટેગરીમાં આવે છે, બેંકો ફક્ત તેમને જ નોટિસ મોકલશે, જો ત્રણ વર્ષથી વધુ સમયથી લોકરનું સંચાલન કરવામાં આવ્યું નથી. બેન્કે તેના ગ્રાહકોને જુદા જુદા માપદંડના આધારે ઓછા, મધ્યમ અને ઉચ્ચ જોખમમાં વર્ગીકૃત કરી છે. આ વર્ગીકરણ આર્થિક અથવા સામાજિક સ્થિતિ, વ્યવસાયિક પ્રવૃત્તિની પ્રકૃતિ, ગ્રાહકો અને ગ્રાહકોના સ્થાનના આધારે કરવામાં આવ્યું છે. બેંકોએ કોઈ વ્યક્તિને લોકર ફાળવવા પહેલાં કેટલીક વિધિઓનું પાલન કરવું જરૂરી છે.
બેંકના લોકરમાં રાખેલા સામાનની જવાબદારી ગ્રાહકની હોય છે. જો કોઈ પ્રાકૃતિક વિપત્તિ આવે છે અથવા સામાન ચોરી થાય છે તો તે જવાબદારી બેંકની નથી હોતી. પરંતુ ગત સપ્તાહે જ સૂપ્રિમ કોર્ટે બેંકોને કહ્યુ કે, તે પોતાની જવાબદારીથી હાથ ઉંચા કરી શકતા નથી. સૂપ્રિમ કોર્ટે બેંકોને આદેશ આપ્યો છે કે, તે 6 મહિનાની અંદર લોકર સંબંધિત નિયમ નક્કી કરે.
બેંક લોકર ઓપરેટ ન કરવા પર શું થશે?
જો બેંક લોકર લાંબા સમય સુધી નિષ્ક્રિય રહે છે તો બેંક લોકર ધારકને નોટિસ મોકલીને જણાવાશે કે શું તમે લોકર સૂવિધાને ઓપરેટ કરશો અથવા ફથી સરેંડર કરશો. લોકર ઓપરેટ ન કરવાની સ્થિતીમાં બેંક તમને લેખિતમાં જવાબ દેવા માટે કહી શકે છે.
જો તમે સ્પષ્ટ જવાબ આપી શકતા નથી તો બેંક તમરી ફાળવણીને રદ્દ કરી શકે છે. અને તેને કોઈ અન્યને ફાળવણી કરી દે છે. પથી ભલે તમે નિયમિતરૂપથી ભાડુ આપી રહ્યા હોવ. પરંતુ નિર્ઘારિત સમય સીમામાં ખાતાને ઓપરેટ નથી કરાયુ.
બેંક લોકર ખોલવા માટે બેંકને એક ઉચિત પ્રક્રિયાનું પાલન કરવાનું હોય છે. આ ક્લોઝ વિશે ગ્રાહકને સૂચિત કરવા પ્રત્યેક બેંક માટે જરૂરી હોય છે. આ એક લોકર સુવિધા લેવા માટેના કરારનો ભાગ માનવામાં આવે છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31