Last Updated on March 23, 2021 by
રેલવેમાં મુસાફરી કરનારા લોકોને ધુમ્રપાનની આદત ભારે પડી શકે છે. હકીકતે ભારતીય રેલવેએ ટ્રેનમાં મુસાફરી દરમિયાન અથવા તો રેલવેના પરિસરમાં સ્મોકિંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે.આગની ઘટનાઓ પર લગામ કસવા માટે રેલવે દ્વારા તૈયાર કરવામાં આવેલી યોજના અંતર્ગત જો કોઈ ટ્રેનમાં સ્મોકિંગ કરતા ઝડપાશે તો તેને જેલમાં મોકલી શકાશે. સાથે જ દંડ પણ ફટકારી શકાશે.
રેલવે એક્ટ પ્રમાણે ટ્રેનમાં ધુમ્રપાન કરવું ગુનો
રેલવે એક્ટ પ્રમાણે ટ્રેનમાં ધુમ્રપાન કરવું ગુનો છે, પરંતુ હાલ તે માટે માત્ર 100 રૂપિયા દંડની જોગવાઈ છે. દંડની રકમ ખૂબ નજીવી હોવાના કારણે સ્મોકિંગ પર નિયંત્રણ નથી આવી શકતું. હવે સરકાર દંડની રકમ વધારવા ઉપરાંત જેલની સજા સહિતની આકરી કાર્યવાહી કરવા યોજના ઘડી રહી છે.
મુસાફરે સિગરેટ પીધા બાદ તેને ડસ્ટબિનમાં ફેંકી હોવાથી કોચમાં આગ લાગી
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ દેહરાદૂન શતાબ્દી એક્સપ્રેસ અને લખનૌ શતાબ્દી એક્સપ્રેસમાં આગની ઘટનાઓ સામે આવી હતી. દેહરાદૂન શતાબ્દી એક્સપ્રેસમાં આગ હોનારત બાદના તપાસ રિપોર્ટમાં મુસાફરે બાથરૂમમાં સિગરેટ પીધા બાદ તેને ડસ્ટબિનમાં ફેંકી હોવાથી કોચમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31