Last Updated on February 28, 2021 by
જો તમને વન્ય પ્રાણીઓમાં રસ છે તો તમારી પાસે તક છે કે તમે પોતાનું મનપસંદ વન્ય પ્રાણીને 17 હજાર રૂપિયા આપી એક મહિના માટે દત્તક લઇ શકો છો. જો કે ભોપાલમાં આ યોજના જાન્યુઆરી 2009થી વન્યપ્રાણીઓને દત્તક લેવાની શરુ થઇ હતી. પરંતુ પર્યટકોનું વલણ એમના તરફ ઓછું થતું ગયું. યોજનાની શરૂઆતમાં વન્ય પ્રાણીઓને દત્ત લેવાની લાઈન લાગી રહી હતી. ત્યારે હવે માત્ર સંસ્થાઓ જ તેમને દત્તક લઇ રહી છે.
એક મહિના માટે દત્તક લઇ શકો છો
ત્યાં જ વન વિભાગના પ્રબંધકોનું કહેવું છે કે કોઈ પણ એક મહિના માટે વન્ય પ્રાણી દત્તક લઇ શકે છે. વન વિહારના ડાયરેકટરનું કહેવું છે કે પહેલા લોકો બાળકોના જન્મદિવસે, લગ્નની એનિવર્સરી અથવા કેટલાક ખાનગી કાર્યક્રમ માટે અજગર, ઘડિયાળ મગર વગેરે દત્તક લેતા હતા. પરંતુ હવે વ્યક્તિગત રૂપે લોકો આગળ નથી આવી રહ્યા.
દત્તક લેવામાં મળશે ટેક્સ છૂટ
એક જાન્યુઆરી 2009થી શરુ થયેલી આ યોજનામાં લોકોને ઇનકમ ટેક્સમાં છૂટ આપવામાં આવે છે. અધિકારીઓએ જણાવ્યું કે વન્યપ્રાણીને દત્તક લેવામાં અથવા ટાઇગર રિઝર્વમાં કોઈ વસ્તુ દાન કરવા પર ટેક્સ ધારા 80જી હેઠળ છૂટ મળે છે.
દત્તક લેવા માટે જાણો કિંમત
વન્ય પ્રાણી | 1 વર્ષ | 6 મહિના | 3 મહિના | 1 મહિનો |
સિંહ | 2 લાખ | 1 લાખ | 50,000 | 17000 |
ચિત્તો | 1 લાખ | 50000 | 25000 | 9000 |
વાંઘ | 2 લાખ | 1 લાખ | 50000 | 17000 |
રીંછ | 1 લાખ | 50,000 | 25,000 | 9000 |
અજગર | 8000 | 4500 | 2300 | 800 |
મગર | 36000 | 19000 | 10000 | 4000 |
શિયાળ | 30000 | 16000 | 9000 | 3500 |
ઘડિયાળ | 50000 | 26000 | 14000 | 5000 |
હાયના | 36000 | 19000 | 10000 | 4000 |
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31