Last Updated on March 21, 2021 by
એપ્રીલથી જુલાઈ સુધી લગ્નની લાંબી સીઝન ચાલવાની છે. તેવામાં બુલીયન માર્કેટમાં સોના-ચાંદીના બનેલા દાગીના ખરીદવા માટે લોકોની ચહલ પહલ વધી ગઈ છે. ગોલ્ડ જ્વૈલરી ખરીદવી એટલી પણ સરળ નથી. જેટલી તમને લાગતી હોય. તેમાં સોના-ચાંદીની કિંમતોથી લઈને, જ્વૈલરીની ડિઝાઈન, સોનાની શુદ્ધતા અને મેકિંગ ચાર્જ જેવી તમામ વસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે. આજે અમે તમને જણાવીશું કે, મેકિંગ ચાર્જ જ્વૈલરીની કુલ કિંમતનો મહત્વનો ભાગ હોય છે. સાથે જ ડિઝાઈન પ્રમાણે તેમાં પણ ઘણું અંતર આવે છે.
આ છે જ્વૈલરી મેકિંગ ચાર્જનો ફંડા
જ્યારે તમે બુલીયન માર્કેટમાંથી સોનાના ઘરેણા લેવા પહોચો છો તો તેના ઉપર સોનાની કિંમત સિવાય મેકિંગ ચાર્જ અને જીએસટી પણ લાગે છે. જ્વૈલરીની ડિઝાઈના હિસાબમાં મેકિંગ ચાર્જ લાગે છે. જેવી ડિઝાઈન તેટલો મેકિંગ ચાર્જ. જો જ્વૈલરી બારીક અને જડેલી છે તો તેના ઉપર મેકિંગ ચાર્જ લાગે છે. બ્રાન્ડેડ જ્વૈલર્સનો મેકિંગ ચાર્જ સૌથી વધારે હોય છે. મેકિંગ ચાર્જ પ્રતિ ગ્રામના હિસાબથી લાગે છે અને તે 3 ટકાથી લઈને 25 ટકા સુધીનો હોઈ શકે છે. જ્વૈલરીમાં વેસ્ટેજ ચાર્જ 2-5 ટકા હોય છે. સામાન્ય રીતે જ્વૈલર્સ 22 કેરેટ એટલે કે 91.6 ટકાની શુદ્ધતા વાળી ગોલ્ડ જ્વૈલરીની વેચાણ કરે છે. 22 કેરેટ વાળી જ્વૈલરી ઉપર 915 હોલમાર્કનું ચિન્હ અંકીત કરવામાં આવ્યું હોય છે. 18 કેરેટની જ્વૈલરીનું સોનું 75 ટકા શુદ્ધ હોય છે.
પાકુ બિલ લેવાનો રાખો આગ્રહ
જો તમે સોનુ કે ચાંદીની જ્વૈલરીની ખરીદી કરી રહ્યાં છો તો જ્વૈલર પાસેથી તેનું પાકુ બિલ જરૂરથી માગો. આ બિલમાં સોનાની શુધ્ધતા અને રેટ વગેરેની જાણકારી આપવામાં આવી હોય છે. જો તમારી પાસે બિલ છે તો સોનુ-ચાંદી પરત લેતા સમયે મુળભાવ કરી શકો છો. જો બિલ નથી તો જ્વૈલર તમારી પાસેથી પોતાના ભાવેથી સોનું ખરીદી શકે છે અને તમને નુકશાન પણ થઈ શકે છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31