Last Updated on March 11, 2021 by
માર્ગો પર વધી રહેલા દબાણો હટાવવા માટે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લાલ આંખ કરી છે. ઉત્તરપ્રદેશ સરકારે ધાર્મિક સ્થળોના નામ પર માર્ગો પર કરવામાં આવેલા દબાણ હટાવવાના આદેશ જાહેર કર્યાં છે. ગુરુવારે આ સંબંધિત અધિકારીઓને આદેશ જાહેર કરી દીધો છે.
આ આદેશમાં ધાર્મિક સ્થળોના નામ પર કરવામાં આવેલા અતિક્રમણને હટાવવાની વાત કહી છે. તમામ અધિકારીઓને 14 માર્ચ સુધીમાં રિપોર્ટ સોંપવા નિર્દેશ આપ્યો છે. જેમાં એ જણાવવાનું રહેશે કે આ આદેશ બાદ કેટલા જાહેર સ્થળોને હટાવવાનો નિર્દેશ જિલ્લા તંત્રએ જાહેર કર્યો છે અને કેટલા પર કાર્યવાહી કરવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે, આ અગાઉ મુખ્યમંત્રીએ રાશનમાં સતત થઈ રહેલા ગોટાળાને રોકવા માટે સિંગલ સ્ટેપ ડિલિવરી સિસ્ટમ લાગૂ કરવાની જાહેરાત કરી. જે હેઠળ ભારતીય ખાદ્ય નિગમના ગોડાઉનથી અનાજ સીધુ જ દુકાનો સુધી પહોંચાડવામાં આવશે અને ગાડીની દરેક મૂવમેન્ટ પર સરકારની નજર હશે. આ નિર્ણય કેબિનેટ બાઈસર્ક્યૂલેશનમાં લેવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે તેનાથી કોટેદારોની અનેક સમસ્યા પૂર્ણ થઈ જશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31