GSTV
Gujarat Government Advertisement

આ રંગોના પગરખા પહેરવાથી તમારા જીવન પર પડી શકે છે અશુભ અસર, ફેશન કરતા પહેલા રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

Last Updated on March 16, 2021 by

આજના યુગમાં દરેક લોકો પોતાની જાતને ફેશનની દુનિયામાં ખુદને અપડેટ રાખે છે. ફેસન વ્યક્તિના વ્યક્તિત્વને નિખારે છે. પરંતુ જયોતિશ અનુસાર મનુષ્યના જીવનમાં ગ્રહોનુ ખૂબ મહત્વ હોય છે. જીવનની સારી અને ખરાબ ઘટનાઓ માટે ગ્રહોને જવાબદાર માનવામાં આવે છે. ચાલો જાણીએ તેના વિશે વધુ માહિતી.

રંગબેરંગી પગરખા પહેરવા

આજકાલ લોકો અવનવા રંગના પગરખા પહેરે છે. જયારે એક સમય હતો કે લોકો માત્ર કાળા અથવા ભૂરા રંગના પગરખા પહેરતા હતા. પરંતુ આજે લોકો ફેશનને ધ્યાનમાં રાખીને પીળા, કાળા, લાલ, ગુલાબી, લીલા વગેરે રંગના પગરખા પહેરે છે. શું તમે કયારેય સાંભળ્યુ છે કે રંગનો પ્રભાવ વ્યક્તિના નશીબ પર પડી શકે છે.

કયા રંગના પગરખા પહેરવા શુભ મનાય છે

જયોતિષ મુજબ અલગ-અલગ રંગના પરખા અલગ-અલગ ગ્રહો સાથે સંબંધ ધરાવે છે. પગના હિસાબથી શરીરમાં નીચેનુ સ્થાન શનિનું હોય છે. પગરખા સાથે શનિ અને રાહુ બંનેનો સંબંધ છે. જેની રાશિમાં શનિ અને રાહુ લીડ કરતા હોય છે એવા લોકો પગરખાના વ્યાપારમાં તરક્કી કરી શકે છે. જેથી પગમાં કાળા અને ભૂરા રંગના પગરખા પહેરવા શુભ મનાય છે. જો તમે કોઈ ફેશન માટે પગરખા પહેરો છો તો એ વાતનુ ખાસ ધ્યાન રાખો કે તમે પહેરેલા રંગના પગરખાથી કોઈ ગ્રહ પ્રભાવિત તો નથી થતો ને. જો તમારો મંગળ ખરાબ છે તો તમે લાલ રંગના ચપ્પલ પહેર્યા તો તેનાથી મંગળ વધારે ખરાબ થશે અને મુસીબતો પણ વધારે છે.

પીળા રંગના પગરખા પહેરવાની સખત મનાઈ

ચંદ્રમાં ખરાબ હોવા પર સફેદ પગરખા પહેરવાથી બચો. પીળો રંગ દેવ બૃહસ્પતિનો હોય છે. જેથી પીળા રંગના ચપ્પલ પહેરવાની સખત મનાઈ છે. હિન્દુ ધર્મમાં પીળો રંગ પવિત્ર મનાય છે. જેથી તેને પગમા પહેરી શકાય નહિ. પીળા રંગના પગરખા અને સોનાની પાયલ પહેરવાથી અપયશ, ગરીબી અને અડચણ વગેરે પેદા થાય છે.

ટેટૂ બનાવવુ

શરીર પર વિભિન્ન રંગોના ટેટૂ બનાવવુ ફેશન બની ગઈ છે. લક્ષણ વિજ્ઞાન કહે છે કે, શરીર પર નાના-નાના ચિન્હોનો અલગ અર્થ હોય છે. જમણા હાથમાં વચોવચ તલ હોવાનો મતલબ કે તે ખૂબ જ ઘનવાન હોય છે. આવી જ રીતે તમારા શરીર પરના ટેટૂનો પર તમારા ભાગ્ય પર ખૂબ જ અસર થાય છે. એવામાં કોઈપણ સાઈઝનું ટેટૂ એક ચિન્હની જેમ કામ કરે છે. અને તોના ભાગ્ય પર અસર પડે છે.

સાચી જગ્યાએ બનાવો ટેટૂ

જયોતિષ અનુસાર શરીર પર કૃત્રિમ રીતે ટેટૂ બનાવાથી બચો. અને તો પણ જો તમે બનાવા ઈચ્છો છો તો તેનો કોઈ દુષ્પ્રભાવ ન થાય તેવી રીતે બનાવો. તમે કાંડાની નીચે, વાંસામા અને પગમાં પંજા પાસે ટેટૂ બનાવી શકો છો. આંગળીઓ અને છાતી પર ટેટૂ સૌથી જલ્દી અસર કરે છે જેથી જીવન ખરાબ રીતે પ્રભાવિત થઈ શકે છે. જેથી સમજી વિચારીને ટેટૂ બનાવવુ જોઈએ.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો