Last Updated on March 6, 2021 by
બ્રિટિશ એનાલિસિસ એજન્સી ક્વેક્વેર્લી સાયમન્ડ્સના ૧૦૦ વર્લ્ડક્લાસ યુનિવર્સિટીના રેન્કિંગમાં ભારતના ૧૨ શિક્ષણ સંસ્થાઓનો સમાવેશ થયો હતો. એ લિસ્ટમાં આઈઆઈટી બોમ્બે-દિલ્હી-મદ્રાસ-ખડગપુર-ગુવાહાટી ઉપરાંત આઈઆઈએમ બેંગ્લુરુ, આઈઆઈએમ અમદાવાદનો સમાવેશ કરાયો હતો.
બ્રિટિશ એજ્યુકેશન એનાલિસિસ એજન્સી ક્વેકવેર્લી સાયમન્ડ્સે ૧૦૦ ટોચની યુનિવર્સિટીઓની યાદી બહાર પાડી હતી. જેમાં ભારતની ૧૨ શિક્ષણ સંસ્થાઓનો સમાવેશ થયો હતો. ટોચના ૧૦૦ કોર્સમાં ભારતના ૨૫ એજ્યુકેશન પ્રોગ્રામ્સ સામેલ થયા હતા. આઈઆઈટી અને આઈઆઈએમે આ યાદીમાં મેદાન માર્યું હતું.
તે સિવાય અન્ના યુનિવર્સિટી, ઓપી જિંદાલ દિલ્હી યુનિવર્સિટી અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીનો પણ ટોચની ૧૦૦ શિક્ષણ સંસ્થાનોમાં સમાવેશ થયો હતો. વિશ્વભરની શિક્ષણ સંસ્થાઓના આ લિસ્ટમાં કેમ્બ્રિજ, એમઆઈટી, હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ વગેરેનો ટોપ-૧૦માં સમાવેશ કરાયો હતો. એશિયામાં સિંગાપોરની યુનિવર્સિટી પ્રથમ ક્રમે રહી હતી.
વિશ્વની ટોચની ૧૦૦ યુનિવર્સિટીમાં સામેલ ૧૨ સ્વદેશી યુનિવર્સિટી
ક્રમ નામ
૧ આઈઆઈટી બોમ્બે
૨ આઈઆઈટી મદ્રાસ
૩ આઈઆઈટી ખડગપુર
૪ આઈઆઈટી ગુવાહાટી
૫ આઈઆઈટી દિલ્હી,
૬ આઈઆઈએમ બેંગ્લુરુ
૭ આઈઆઈએમ અમદાવાદ
૮ અન્ના યુનિવર્સિટી
૯ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી
૧૦ દિલ્હી યુનિવર્સિટી
૧૧ ઓપી જિંદાલ યુનિવર્સિટી
૧૨ આઈઆઈએસસી બેંગ્લુરુ