Last Updated on March 28, 2021 by
અમેરિકાની અંતરીક્ષ એજન્સી નાસાએ મંગળ ગ્રહના ફોટા શેર કર્યાં છે. આ ફોટા નાસાના પર્સિવિયરેંસ રોવરે મંગળ ગ્રહ ઉપરથી મોકલ્યાં છે.
રોવરે પેરાશૂટની મદદથી મંગળ ગ્રહની લાલ ધરતી ઉપર લેંડ થવાની એક એક ક્ષણને કેમેરામાં કેદ કરી છે.
19 ફેબ્રુઆરીના રોજ પર્સિવરેંસ રોવર ધરતી ઉપર ટેકઓફ કર્યાં બાદ સાત મહિના બાદ સફળતાપૂર્વક મંગળગ્રહ ઉપર લેન્ડ થયું હતું.
25 કેમેરાવાળા પર્સિવરેંસ રોવરે અલગ અલગ એંગલોથી મંગળની લાલ ધરતીને કેદ કરી છે.
મંગળ ગ્રહની સપાટી ઉબડ ખાબડ છે. સપાટી ઉપર વચ્ચે ખાડા પણ જોઈ શકાય છે. મંગળ ગ્રહને જોઈને એવું લાગી રહ્યું છે કે જાણે કોઈ રણ હોય.
જણાવી દઈએ કે પર્સિવરેંસ મંગળ ગ્રહ ઉપર કાર્બનડાયોકસાઈડમાંથી ઓક્સિજન બનાવવાનું કામ કરશે અને મંગળ ગ્રહ ઉપર પાણીની શોધ કરશે.
સાથે જ મંગળ ગ્રહની જમીનની નીચે જીવનના સંકેતોનું અધ્યયન કરશે. પર્સિવરેંસ મંગળ ગ્રહના હવામાન અને જળવાયુનું પણ અધ્યયન કરશે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31