Last Updated on April 3, 2021 by
દેશમાં પાણીની સમસ્યા ખાસકરીને દરેક ઘરમાં જોવા મળી રહીછે. તેના માટે સરકારે દરેક ઘરોમાં જળ પહોચાડવાની યોજના ઉપર જોર શોરથી કામ શરૂ કર્યું છે. આ યોજનાની અસર પણ દેશના કેટલાક ગામોમાં જોવા મળી રહી છે. પરંતુ હજી કેટલાક દેશોમાં કેટલાક ગામો એવા છે કે જ્યાં પીવાના પાણી પહોચ્યા નથી. તો તેને દુર કરવા માટે પંજાબ સરકારે મોટુ પગલુ ઉઠાવ્યું છે. પંજાબના ગામોમાં પેય જલની આપૂર્તિ સુનિશ્ચિત થઈ શકે તે માટે વિશ્વ બેંક અને AIIB બેંક પાસેથી 30 કરોડ ડોલર એટલે કે આશરે 2190 કરોડ રૂપિયાની સહાયતા મંજૂર કરી છે. આ રાશીથી નહેરમાં પાણી ઉપર આધારિત પેય જલની પરિયોજનાઓ ચલાવવામાં આવશે.
પંજાબ સરકારના નિવેદનમાં જણાવ્યા પ્રમાણે પરિયોજનાનો ઉદ્દેશ ગુણવત્તાપૂર્ણ પેય જલની આપૂર્તિ સુનિશ્ચિત કરવાની અને અમૃતસર તથા લૂધીયાણામાં પાણીના નુકશાનને ઓછી કરવાનું છે. વિશ્વ બેંક અને AIIB બેંકની મદદથી આ તે આશા છે કે પંજાબના ગામોમાં પાણીની સમસ્યા જલ્દી પૂર્ણ થઈ જશે. આ યોજનાને સફળ કરવા માટે પંજાબ સરકારે ખાકા પણ તૈયાર કરી લીધું છે.
આવી રીતે થશે ફંડનું એલોકેશન
પંજાબ સરકારના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે સમગ્ર પરિયોજનાને વિત્ત પોષણ વિશ્વ બેંકના એફિલિએટ્સ ઈન્ટરનેશન બેંક ફોર રિકંસ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ, AIIB અને પંજાબ સરકાર કરશે. તેમાં આઈબીઆરડી 10.5 કરોડ, એઆઈઆઈબી 10.5 કરોડ ડોલર તથા પંજાબ સરકાર 9 કરોડ ઉપલબ્ધ કરાવશે.
આવી રીતે પૂરી થશે યોજના
પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે અમૃતસર પરિયોજનામાં જલ આપૂર્તિના સ્ત્રોત ઉપર બારી દોઆબા કેનાલ છે. અને 44 કરોડ લીટર પ્રતિદિન રો વોટરને ફિલ્ટર કરવા માટે સંયંત્ર નિર્માણ જિલ્લાના વલ્લાહ ગામમાં કરવામાં આવશે. રો વોટર ફિલ્ટર કર્યા બાદ તેની આપૂર્તિ ઉંચાઈ ઉપર સ્થિત ટાંકીઓમાં જશે. તેનાથી તે શહેરના નિવાસીઓને નિરંતર પાણી આપવામાં આવશે. આ પ્રકારે લૂધિયાણા પરિયોજનામાં જલ આપૂર્તિનો સ્ત્રોત સરહિંદ નહેર હશે. ત્યાં માટે દૈનિક 85 કરોડ લીટર જલ શોધન ક્ષમતા સંયંત્ર લગાવવામાં આવશે. ત્યારબાદ પાણીને ઓએસએસઆરમાં નાંખવામાં આવશે. અને ત્યાંથી લોકોના ઘરમાં પાણી પહોચાડી શકાશે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31