Last Updated on March 9, 2021 by
કોરોના મહામારીથી બચવા માટે માસ્ક પહેરવુ જરૂરી છે, તે તો આપણે સૌ જાણીએ છીએ. પરંતુ જ્યારે આ મહામારી શરૂ થઇ છે એક સવાલ જે મોટાભાગના લોકોના મનમાં છે અને જેને લઇને ઘણીવાર કંફ્યૂઝન હોય છે, તે એ છે કે-શું એક્સરસાઇઝ અથવા વર્કઆઉટ કરતી વખતે અથવા રનિંગ કરતી વખતે માસ્ક પહેરવુ સેફ છે? આમ તો આ વિશે ઘણાં ડોક્ટરોનો એ જ અભિપ્રાય છે કે એક્સરસાઇઝ કરતી વખતે માસ્ક ન પહેરવુ જોઇએ, પરંતુ નવા રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્કઆઉટ દરમિયાન માસ્ક પહેરવામાં કંઇ ખોટુ નથી.
માસ્ક પહેરીને એક્સરસાઇઝ કરવુ છે સુરક્ષિત
આ નવી સ્ટડીમાં સૂચન છે જો તમે સંપૂર્ણ રીતે સ્વસ્થ છો તો તમે ફેસ માસ્ક પહેરીને પણ ઇંટેન્સ વર્કઆઉટ અને એક્સરસાઇઝ કરી શકો છો અને આમ કરવુ સંપૂર્ણ રીતે સુરક્ષિત પણ છે. રિસર્ચર્સનું માનવુ છે કે જો માસ્ક પહેરીને એક્સરસાઇઝ કરવામાં આવે તો ઇંડોર જિમ અંદર કોવિડ-19 ફેલાવવાનું જોખમ ઓછુ કરવામાં આવી શકે છે. આ સ્ટડીના પરિણામને યુરોપિયન રેસ્પિરેટરી જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યું.
સ્વાસ્થ્યને લગતી કોઇ સમસ્યા સામે નથી આવી
આ સ્ટડી માટે રિસર્ચર્સે 12 લોકોના એક ગ્રુપની પસંદગી કરી અને આ લોકોની બ્રીધિંગ, હાર્ટ એક્ટિવિટી અને એક્સરસાઇઝ પર્ફોર્મન્સની તપાસ કરી જ્યારે તે એક્સરસાઇઝ બાઇક પર માસ્ક સાથે અને માસ્ક વિના વર્કઆઉટ કરી રહ્યાં હતા. જો કે માસ્ક પહેરીને એક્સરસાઇઝ કરવા અને માસ્ક વિના એક્સરસાઇઝ કરવા દરમિયાન કેટલાંક માપદંડોમાં ફરક જરૂર આવ્યો પરંતુ રિસર્ચર્સની માનીએ તો કોઇપણ પરિણામ એવુ ન હતું જે સ્વાસ્થ્ય સંબંધિત કોઇ સમસ્યા તરફ ઇશારો કરે. સ્ટડીના આ પરિણામ અનુસાર ઇંટેન્સ એક્સરસાઇઝ દરમિયાન પણ માસ્ક પહેરવુ સુરક્ષિત છે અને આમ કરીને જિમ આવતા લોકો વચ્ચે કોવિડ-19ના જોખમને રોકી શકાય છે.
માસ્ક પહેરવાથી જિમમાં વાયરસના ટ્રાન્સમિશનને રોકી શકાય છે
ઇટલીના મિલાન સ્થિત IRCCSની ડો. એલિસાબેટ સેલ્વિઓનિ અને તેની ટીમે આ રિસર્ચ કર્યુ. ડો. સેલ્વિઓનિ કહે છે, તે તો આપણે જાણીએ છીએ કે કોરોના વાયરસ મુખ્ય રૂપે શ્વાલ દ્વારા શરીરની બહાર આવતા દૂષિત ટીપા દ્વારા ફેલાય છે. પરિણામે તે વાતની આશંકા વધુ છે કે એક્સરસાઇઝ કરતી વખતે જ્યારે આપણે ઝડપથી શ્વાસ લઇએ છીએ તે દરમિયાન વાયરસનું ટ્રાંસમિશન વધુ થાય, ખાસ કરીને કોઇ બંધ અથવા ઇંડોર સ્થાન પર. જો કે આપણે તે ન માની લેવુ જોઇએ કે માસ્ક પહેરીને એક્સરસાઇઝ કરવી તમામ લોકો માટે સુરક્ષિત છે. હાર્ટ અને લંગ્સની બિમારી સામે ઝઝૂમી રહેલા દર્દીઓ માટે તે સુરક્ષિત છે કે નહીં, તે વિશે વધુ રિસર્ચની જરૂર છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31