GSTV
Gujarat Government Advertisement

અગત્યનું/ 1 એપ્રિલથી 15 મિનિટ વધુ કામ કર્યુ તો ગણાશે ઓવરટાઇમ! આ નવા નિયમ વિશે જાણવું છે જરૂરી

ઓવરટાઇમ

Last Updated on March 19, 2021 by

નવા લેબર કાયદા હેઠળ જો કોઈ પણ કર્મચારી પાસે 15 મિનિટથી વધુ કામ કરાવવામાં આવ્યું, તો કંપનીએ ઓવરટાઇમ ચૂકવવો પડશે. ડ્રાફ્ટ મુજબ કામના કલાકો વધીને 12 થશે. મોદી સરકાર આ નવા નિયમોને 1 એપ્રિલ 2021 થી દેશભરમાં લાગુ કરવાની તૈયારીમાં છે. નોંધપાત્ર વાત એ છે કે દેશના 73 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આ રીતે શ્રમ કાયદામાં બદલાવ કરવામાં આવી રહ્યો છે. સરકારનો દાવો છે કે તે એમ્પ્લોયર અને કામદારો બંને માટે ફાયદાકારક સાબિત થશે.

ઓવરટાઇમ

ઓવરટાઇમના નવા નિયમો

ઓવરટાઇમના નવા નિયમો અનુસાર જો કર્મચારી પાસે કામના કલાકો પછી 15 મિનિટથી વધુ સમય કામ કરવામાં આવે તો તે ઓવરટાઇમ ગણવામાં આવશે. પહેલાં આ સમય અડધો કલાકનો હતો. કર્મચારી કોન્ટ્રેક્ટ પર હોય અથવા સ્થાયી તેના પર પાંચ કલાકથી વધુ કામનું દબાણ ન કરવાની જોગવાઈઓ પણ નક્કી કરવામાં આવી છે. કંપનીએ તેને દર પાંચ કલાકે અડધો કલાકનો બ્રેક આપવો જરૂરી રહેશે. ઉપરાંત, આ બ્રેકનો સમય પણ કામના કલાકોમાં ઉમેરવામાં આવશે. તે જ સમયે, કંપનીઓમાં કર્મચારીઓ માટે કેન્ટીન જરૂરી બનાવવી અને સરકારી યોજનાઓને મજબુત રીતે અમલમાં મૂકવા માટે વેલફેર ઑફિસરની નિમણૂક કરવાના નિયમો નક્કી કરવામાં આવ્યા છે.

ઓવરટાઇમ

તમારા પગાર, પીએફ પર પણ અસર થઈ શકે છે

જો 1 લી એપ્રિલથી નવો શ્રમ કાયદો અમલમાં આવે છે, તો તમે તમારી ગ્રેચ્યુઇટી, પીએફ અને કામના કલાકોમાં મોટો ફેરફાર થશે. કર્મચારીઓના ગ્રેચ્યુઇટી અને પ્રોવિડન્ટ ફંડ (પીએફ)માં વધારો થશે. તે જ સમયે, ઑન હેન્ડ સેલરી (હાથમાં આવતો પગાર) ઘટશે પરંતુ નિવૃત્તિ પર મળેલા પૈસામાં વધારો થઈ શકે છે. કંપનીઓની બેલેન્સશીટ પણ આની અસર થશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો