GSTV
Gujarat Government Advertisement

સ્ટડી રિપોર્ટ: જાહેર સ્થળોએ 78.4 ટકા મહિલાઓએ સહન કરી હિંસા, આટલી મહિલાઓ ચૂપચાપ સહન કરતી રહી

Last Updated on March 5, 2021 by

બે દિવસ પછી આઠ માર્ચે ફરી એક વાર આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરીશું. આ દિવસે લોકો નારી શક્તિની લાંબી લાંબી બાંગો પોકારશે. પણ જમીની હકીકત કંઈક જૂદી જ છે. મહિલાઓ ઘરોમાંથી બહાર તો નિકળે છે અને પબ્લિક પ્લેસ પર જતાં તેને ન સહન કરવાનું પણ સહન કરવુ પડતુ હોય છે. મહિલાઓ વિરુદ્ધ હિંસાનો અસ્વીકાર્ય બનાવવા માટે કામ કરતી સંસ્થા બ્રેક થ્રૂ ઈંડિયાએ આજે બાયસ્ટેંડર બિહેવિયર પર પોતાનો પ્રથમ સ્ટડી રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં કેટલાય ચોંકાવનારા તારણો સામે આવ્યા છે.

721 લોકો વચ્ચે થયેલા આ ઓનલાઈન સર્વેમાં 91 લોકો સાથે સીધા ઈંન્ટરવ્યૂના માધ્યમથી કરવામાં આવેલા આ સ્ટડીમાં હરિયાણા, બિહાર, દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, તેલંગણા જેવા રાજ્યોના સમાવેશ થાય છે. મોટા ભાગના સહભાગીઓ, ખાસ કરીને મહિલાઓની હિંસા એક વ્યાપક શબ્દના રૂપમાં ઓળખાણ, જેમાં શારીરિક, માનસિક, મૌખિક અને યૌન શોષણ શામેલ છે. આ સર્વે એ વાત પર પણ પ્રકાશ નાખે છે, જેમાં પિતૃસત્તાક પ્રથાઓ આપણા સમાજમાં ઘર કરી ગઈ છે અને આપણી દિવસેને દિવસે ખરાબ થતી માનસિક સ્થિતીનો સીધો સંબંધ પિતૃકપ્રથાઓમાંથી નિકળે છે.

સર્વેમાં સામે આવેલી વાતો

  • 54.6 ટકા લોકોએ જણાવ્યુ છે કે, જાહેર સ્થળોએ મહિલાઓ પર થતી હિંસાને રોકવા માટે પ્રયાસો કર્યા
  • 55.3 ટકા લોકો જણાવે છે કે, હિંસાનો સામનો કરતી મહિલાઓ અને છોકરીઓને જોઈ
  • 67.7 ટકા લોકો જણાવે છે કે, તેમને હસ્તક્ષેપ કરતા હિંસા અટકાવાઈ
  • 78.4 ટકા લોકો જણાવે છે કે, મહિલાઓએ સાર્વજનિક સ્થળો પર હિંસાનો સામનો કર્યો
  • 68 ટકા મહિલાઓ જણાવે છે કે, સાર્વજનિક પરિવહનમાં હિંસાનો સામનો કરવો પડ્યો
  • 70 ટકા મહિલાઓ જણાવે છે કે, આદર્શ રીતે હિંસાની સ્થિતીમાં મદદ કરશે
  • 45.4 ટકા લોકો જણાવે છે કે, તેમણે મહિલા વિરુદ્ધ થતી હિંસામાં હસ્તક્ષેપ કરતા નથી
  • 38.5 ટકા લોકો જણાવે છે કે, આવી સ્થિતીમાં તેમને ખબર ન પડી કે શું કરવુ જોઈએ.
  • 31 ટકા લોકોએ કહ્યુ કે, તે પોતાની સુરક્ષાને લઈને ચિંતિત હતા
  • 11.5 ટકા લોકોને લાગે છે કે, પોલીસના ચક્કર અને કાયદાકીય ગૂંચવણોમાં ફસાઈ જવાનો ડર

આપને જણાવી દઈએ કે, લોકો દ્વારા મદદની પરવાહ ફક્ત એટલા માટે નથી કરતા. પરંતું હિંસા માટે દોષી ઠેરવવા, પોલીસ અને કાયદાકીય પ્રક્રિયામાં ફસાવા જેવા પડકારનો સામનો કરવાના ડરથી લોકો આવી બાબતોમાં દખલ આપતા નથી. ત્યારે આવી સ્થિતીમાં શું કરવુ જોઈએ. આ ન જાણવુ એ પણ એક રીતે તો હિંસાને મૌન સમર્થન જ કહી શકાય.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો