GSTV
Gujarat Government Advertisement

PHOTO: આ ગામની મહિલાઓના વાળ છે તેમની હાઈટ કરતા પણ વધારે, અહીં વાળા માટે ભરાય છે દર વર્ષે મેળો

Last Updated on March 25, 2021 by

મહિલાઓ હંમેશા પોતાના વાળને લઈને સજાગ રહેતી હોય છે. તેમને લાંબા, ઘટ અને મૂલાયમ વાળ રાખવા માટે અલગ અલગ રીતે ઘરેલૂ અને બજારમાંથી મળતા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતી હોય છે. પણ શું તમને ખબર છે ચીનનું એક એવુ ગામ પણ છે. જ્યાંની મહિલાઓના વાળની ચર્ચા આખી દુનિયામાં થાય છે.

અમે અહીં વાત કરી રહ્યા છીએ ચીનના દક્ષિણ-પશ્ચિમ ગુઈલિન વિસ્તારમાં આવેલા બસા ગામ હુઆંગ્લુઓની. અહીં એક સમાજ છે. જેને યાઓ કહેવાય છે. ત્યાંની મહિલાઓમાં લાંબા વાળ રાખવાની પરંપરા સદીઓ જૂની છે. ચીનનું આ ગામ ‘લોગ્લ હેર વિલેજ’ તરીકે પણ ઓળખાય છે.

યાઓ સમાજની મહિલાઓ પોતાની આખી જીંદગીમાં ફક્ત એક જ વાર વાળ કપાવે છે. આ મહિલાઓ જ્યારે પણ પોતાના જીવનસાથીની શોધ કરે છે. ત્યારે તે પોતાના વાળને સ્કાર્ફથી ઢાંકીને રાખે છે.

યુવતીઓના કપાયેલા વાળ તેના દાદી ડબ્બામાં સાચવીને રાખે છે, અને તેના લગ્ન સુધી તેને સંભાળીને રાખે છે. લગ્ન બાદ યુવતીના આ વાળ તેના પતિને ભેટમાં આપવાનો રિવાજ છે.

આ ગામમાં દર 3 માર્ચે લોંગ હેયર ફેસ્ટિવલ મનાવામાં આવે છે. જેમાં મહિલાઓ ગીત ગાઈને ડાંસ કરીને પોતાના સુંદર વાળનું પ્રદર્શન કરે છે. તેમનું આ પરફોમેંસ જોવા માટે દૂર દૂરથી લોકો આવતા હોય છે. જો કે, આ પ્રદર્શન ફક્ત લગ્ન કરેલી મહિલાઓ જ કરે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો