Last Updated on February 26, 2021 by
ભારતીય ક્રિકેટ બોર્ડે પોતાના સંબંધિત વિભાગે જાણ કરી છે કે, મહિલા ઘરેલૂ ક્રિકેટ સત્રનો આરંભ 11 માર્ચથી 50 ઓવરની ટૂર્નામેન્ટથી થશે. બીસીસીઆઈ સચિવ જય શાહે પત્ર જાહેર કર્યો છે. જેમાં આ પ્રકારની જાણકારી આપવામાં આવી છે. જેમાં મેચનો કાર્યક્રમ પણ શામેલ છે.
આ ટૂર્નામેન્ટ છ જગ્યાએ રમાશે. જેમાં સુરત, રાજકોટ, જયપુર, ઈન્દૌર, ચેન્નઈ અને બેંગલુરૂમાં આયોજન કરવામાં આવશે. આ ટીમો ચાર માર્ચે સંબંધિત જગ્યાએ પહોંચી જશે. ત્યાર બાદ તેમના 4, 6 અને 8 માર્ચે કોરોના ટેસ્ટ કરવામાં આવશે. ત્યાર બાદ ખેલાડીઓ રમવા માટે યોગ્ય ગણાશે.
પાંચ એલિટ ગ્રુપમાં ટોપ પર રહેનારી ટીમ સીધા નોકઆઉટમાં જશે, જ્યારે અંકના આધારે આગળના ત્રણ સર્વશ્રેષ્ઠ સ્થાન પર રહેનારી ટીમ પણ આગળ વધશે. પણ તેમાં છેલ્લા નંબરની ટીમને ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવવા માટે પ્લેટ ગ્રુપમાંથી શીર્ષ પર રહેનારી ટીમ સાથે ટક્કર લેવાની રહેશે.
ક્વાર્ટર ફાઈનલ 29 માર્ચે, સેમિફાઈનલ એક એપ્રિલ અને ફાઈનલ 4 એપ્રિલે રમાશે. નોકઆઉટની જગ્યાનો નિર્ણય બાદમાં લેવામાં આવશે. જણાવી દઈએ કે, હાલમાં બંગાળ ચેમ્પિયન છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31