Last Updated on March 8, 2021 by
કોરોના વાયરસના કારણે ઘણી નોકરીઓ જતી રહી, પરંતુ હવે અર્થવ્યવસ્થા પાટા પર આવી રહી છે. રોજગારની તકો ખુલવા લાગી છે. આજે મહિલા દિવસ પર રેલીગેયર ગૃપની એક્ઝીક્યુટીવ ચેરપર્શન ડો રશ્મિ સલુજાએ એક ઇન્ટરવ્યૂમાં મહિલાઓ માટે નોકરીની તક અંગે વાત કરી. જણાવી દઈએ કે ડો. સલુજા એક આંત્રપ્રિન્યોર છે. તેઓ એમબીબીએસ, એમડી અને એમબીએ છે. 25 વર્ષથી વધુ એડમિનિસ્ટ્રેટિવ એક્સપિરિયન્સ છે એને તેમણે રેલીગેયર ગૃપમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેઓ પ્રમુખ કોર્પોરેટર લીડર્સમાંથી એક રહી છે.
ફાઇનાન્સ સેક્ટરમાં જેન્ડર ડાયવરસિટી અંગે શું વિચારે છે ?
તેઓ જણાવે છે કે, ખાસકરીને ભારતમાં મહિલા લીડર્સની વધતી સંખ્યા આ વાતને દર્શાવે છે કે આંત્રપીન્યોરશિપ ના ક્ષેત્રમાં આપડે રૂઢિવાદી અવધારણાઓ માંથી બહાર નીકળી રહ્યા છે. મારુ માનવું કે દરેક મહિલાએ પોતાના સપનાને પુરા કરવા જોઈએ અને એના મટે દઢ વિશ્વાસ રાખવો જોઈએ. આજે વધુમાં વધુ લોકો મહિલાઓની કેપેબિલિટીને સમજી રહ્યા છે. એમની યુનિક કેપેબિલિટીનું ઓળખ કરી રહ્યા છે જેવા કે, મલ્ટીટાસ્કીંગ, પુરુષોની તુલનામાં વધુ ધૈર્ય રાખવું અને સારો લીડર બનવું. આજ કારણે ઘણી કંપનીઓ મહિલાઓ ટોપ મેનેજમેન્ટમાં સામેલ છે.
ટોપ મેનેજમેન્ટમાં મહિલાઓ કેવા પ્રકારના બિઝનેસમાં પોઝિટિવ ફેરફાર લઈને આવે છે ?
ડો. રશ્મિ કહે છે, મારુ માનવું કે ખાસકરીને મહિલા લીડર્સના રૂપમાં આપણે એમને વિશ્વાસ આપવાનો હોય છે, એમને જાણવાનું હોય છે કે તમે આ કરી શકો છો અને કંપનીના રૂપમાં અમે મદદ માટે હંમેશા તૈયાર છે. પરંતુ એમાં પણ બે પ્રકારના સબંધ હોવા જોઈએ. હું આવતી પીઢીની મહિલાઓ, જે મેનેજમેન્ટ પોસ્ટમાં આવા ઈચ્છે છે, એમને કહેવા માંગુ છું કે મેટર્સ અને સ્પોન્સર્સ પર ધ્યાન આપો. જો કે લીડર્સ માટે બધું સરળ પણ નથી હોતું, તેમણે સંસ્થામાં પોતાની ઓળખ બનાવવાની હોય છે અને પોતાના કરિયરનું એમ્બિશન મેળવવાન માટે વિશ્વાસ રાખવાનો હોય છે. સિનિયર પોસ્ટ પર હાજર મહિલાઓએ અન્ય મહિલાઓ માટે રોલમોડલની ભૂમિકા ભજવવાની હોય છે અને એમને કોચિંગ, મેન્ટરીંગ તેમજ પોતાના કરિયરને શેર કરવા માટે હંમેશા ઉપલબ્ધ રહેવાનું હોય છે.
મહિલા લીડર્સ ડિસરપ્ટિવ ઇનોવેશનમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે મહિલા, આ અંગે શું કહ્યું ડો.રશ્મિએ
તેમણે કહ્યું જો સરળ શબ્દોમાં કહીએ તો એવી ઘણી વસ્તુ છે, જ્યાં મહિલા સારું પ્રદર્શન કરે છે. એક્ઝિક્યુટિવ લીડરશિપના પદો પર હાજર મહિલામાં પોતાના સહકર્મીઓ પ્રતિ સહાનુંભૂતી, આપસી સહયોગનો ભાવ હોય છે. તેઓ હ્યુમેનિટી અને ડીજીટાલીકરણ સાથે સંસ્થાના વિકાસમાં ખાસ ભૂમિકા અદા કરે છે. પોતાના ફિમેલ લીડરશિપ બિહેવિયર દ્વારા એક સંસ્થામાં એનર્જી/તેજી લાવે છે. સાથે જ એશિકલ પ્રેક્ટિસિઝને બનાવી રાખતા, ગ્રાહકોની જરૂરતને સમજતા ઇનોવેટ કરે છે. ટોપ મેનેજમેન્ટમાં હાજર મહિલાઓની આ વિશેષતાઓ આપસી સહયોગને સારું બનાવી સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં મદદ કરે છે. મહિલાઓ વધુ જાણકારીને પ્રોસેસ કરવા માટે સરળતાથી પોતાને અંદર ઢાળવી લે છે, મહત્વપૂર્ણ વસ્તુને સારી રીતે યાદ રાખે છે, સ્થિતિને તથા અન્ય લોકોને સારી રીતે સમજે છે.
સંસ્થામાં જેન્ડર ગેપ અંગે શું કહ્યું ? અને એને ખતમ કેવી રીતે કરી શકાય ?
મહિલાઓ ભલે દર સેક્ટરમાં પોતાની ઓળખ બનાવી રહી છે પરંતુ વાત જેન્ડર ગેપ, સેલરી સ્ટ્રક્ચરમાં પુરુષોના મુકાબલે ઘણો ફરક હોય છે. જો કે હવે સમય બદલાયો છે, વસ્તુ બદલાઈ રહી છે. આવનારા સમયમાં જેન્ડર ગેપ જેવી સમસ્યાઓ ઘણી ઓછી થશે. પરંતુ આ સમજવું જરૂરી છે કે સમાનતાનો અર્થ એ જ નથી કે બોર્ડ, એક્ઝિક્યુટિવ કમિટી અને સીઈઓમાં 50% મહિલાઓ હોય. એની જગ્યાએ સંસ્થાને પુરુષો તેમજ મહિલાને એક સમાન સમર્થન આપવું જોઈએ પછી એ જોબ રોલની વાત હોય અથવા યોગ્યતાના આધારે પગારની. કુલ મળીને એનો અર્થ એ છે કે રોજગારના અવસર, પ્રમોશનના અવસર, લીડરશિપના પદ તમામને લઇ એક સમાન રૂપથી ઉપલબ્ધ હોવું જોઈએ. આ સંભાળતા દરેક વ્યક્તિને ખુશી થાય જેમની પાસે કૌશલ, અનુભવ અને પોતાના કામ માટે યોગ્ય દ્રષ્ટિકોણ છે. પછીએ મહિલા હોય કે પુરુષ. એના માટે ટ્રાન્સપરેન્સી, વાતચીત અને વિશ્વાસ પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે. લીડર્સને ડાયવરસીટી તેમજ સમાવેશનને પ્રોત્સાહન આપવા માટે પોતાના દાવા પર ચાલવું જોઈએ. એટલે મહિલાઓની ભરતી અંગે સ્પષ્ટતા થાય, એમને સહયોગપૂર્ણ ભાવી લીડર્સના રૂપમાં ઓળખવામાં આવે. મેનેજમેન્ટને આ પ્રકારનો માહોલ બનાવવો જોઈએ જ્યાં મહીયાળ ઓ પ્રાઇવેટ તેમજ પેશેવર મહત્વકાંક્ષાઓ વચ્ચે સંતુલન બનાવી શકે. એક વર્ક ક્લચર એવું હોવું જોઈએ જ્યાં લોકો સ્મૂધલી કામ કરી શકે.
નાણાકીય ક્ષેત્રે મહિલા લીડર્સની ભૂમિકા અને પડકાર
ડો. રશ્મિ કહે છે, એક વાત જો મને પડકારભરી લાગે છે જો કે એમાં રૂઢિવાદી અવધારણાઓને બદલવાની ક્ષમતા છે, ત્યાં જ લીડરશીપ અને સફળતા જે ફાઇનાન્સ સેક્ટર અર્થવ્યવસ્થામાં સૌથી વધુ તેજીથી વિકસિત થૈ રહ્યું છે. એક વલણ અવસરોને પ્રોત્સાહન આપશે. એજ્યુકેટેડ મહિલાઓએ જે ભવિષ્યમાં ફાઇનાન્સ સેક્ટરમાં કામ કરવા ઈચ્છે છે તો એમના માટે ઘણી બધી તક છે. સાથે જ નવા વિચાર વાળી સંસ્થાઓમાં હવે લિંગ સમાનતા એક પોલિસી બની ગઈ છે, પછી તે બોર્ડરૂમમાં મહિલાઓ માટે એક સમાન પ્રતિનિધિત્વની વાત હોય અથવા ઓફિસરોની ભરતી હોય.. મારુ માનવું છે કે આ ફેરફાર ફાઇનાન્સ સેક્ટરમાં જ નહિ તમામ સેક્ટરમાં મહિલાઓને રોજગારના અવસર મળશે.
ફાઇનાન્સ સેક્ટરમાં મહિલાઓ ખાસ કરીને યુવાનોના સફળ કરિયર માટે કેવી રીતે પ્રોત્સાહિત કરી શકાય ?
તેઓ કહે છે એક આધુનિક અને ડાયનામિક ઇન્ડસ્ટ્રીના રૂપમાં, ફાઇનાન્સ સેક્ટર માટે મહત્વપૂર્ણ છે કે મહિલાઓ માટે વધુમાં વધુ તક ઉભી કરે, જેથી તેમને માત્ર આ ક્ષેત્રમાં જ નહિ પરંતુ નેતૃત્વમાં પણ અવસર મળે. મોડર્ન પોલીસને સામેલ કરી શકાય તથા તમામ સ્તરો પર મહિલાઓને કૌશલ તેમજ લીડરશિપ ટ્રેનિંગ/સ્કિલ્સને પ્રોત્સાહન આપવામાં આવે. એને પ્રોત્સાહન આપવા માટે લીડરશિપ વિકાસ પ્રોગ્રામ, મેન્ટરીંગ પ્રોગ્રામ સહીત જરૂરી કાર્યક્રમ હોવા જોઈએ. સંસ્થામાં મહિલા પરિષદનું નિર્માણ કરવામાં આવે જે મહિલાના વિકાસને પ્રોત્સાહિત કરશે.
તમે એક સંસ્થામાં લીડરશિપ રોલમાં છે, તમે પોતાના વર્ક અને પર્શનલ લાઈફ કેવી રીતે મેનેજ કરો છો?
આ સવાલના જવાબમાં ડો. રશ્મિએ કહ્યું, કામ અને જીવન વચ્ચે સંતુલન દરેક મહીલા લીડર સામે આવનાર પડકાર હોય છે. કોર્પોરેટ પગથિયાં ચઢવા, લીડર બનવાની સાથે સાથે પરિવાર અને બાળકો માટે સમય કાઢવો સરળ હોય છે. એવામાં કામ અને જીવન વચ્ચે સંતુલન બનાવી રાખવું ખુબ જરૂરી છે જે પર્શનલ અને વર્ક લાઈફ પ્રતિ પ્રોપર અપ્રોચ રાખો. પોતાની પ્રાથમિકતા નક્કી કરો, એક્શન પ્લાનિંગ અપનાવો અને એને ગંભીરતાથી લો. પોતાની કેપેબિલિટી અને વેલ્યુને સમજો. હંમેશા નવું શીખવાના પ્રયાસ કરો અને પોતાનું આજુબાજુ સપોર્ટ ટીમ બનાવો. આ બધી વસ્તુ સાથે પર્શનલ અને વર્ક લાઈફ વચ્ચે તાલમેલ બનાવી શકું છુ.
કંપનીમાં યુવતીઓ માટે શું અવસર છે અને એમને કામ માટે કેવી રીતે તૈયાર હોવું જોઈએ
તેઓ કહે છે પોતાના કરિયરની યોજના ને લઇ સ્પષ્ટ રહો, પોતાના માટે સફળતાના માર્ગને ઓળખો અને સુનીશ્ચીત કરો કે તમે આ દિશામાં યોગ્ય કામ કરી રહ્યા છો. તમારે ટ્રાન્સપરન્સી રાખવી જોઈએ. તમારામાં તમારી કેપેબિલિટીઝ ને શો કરવા માટે અને ઉપલબ્ધીઓને મેળવવા માટે સતત પ્રયાસ કરતા રહો. નેટવર્કિંગની રીત જેમ કે ઈવેન્ટ્સ, સંમેલન અને પીયર-મેટ્રિન્ગ ગ્રુપ અંગે જાણવાનો પ્રયાસ કરવો જોઈએ. નોકરી વેબસાઇટ્સ પર એક્ટિવ રહો સાથે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહો.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31