GSTV
Gujarat Government Advertisement

સર્વેમાં ખુલાસો/રોકાણ મામલે પુરુષથી વધુ રિસ્ક લે છે મહિલાઓ, FD નહિ અહીં કરે છે ઈન્વેસ્ટ

રોકાણ

Last Updated on March 8, 2021 by

યુવા મહિલા રોકાણકાર હાઈ રિસ્ક અને વધુ રિટર્ન આપવા વાળી સંપત્તિઓ એટલે કે શેર વગેરેમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. એક સર્વે મુજબ 18થી 25 વર્ષની મહિલા રોકાણકાર દ્વારા સુરક્ષાઇટ રોકાણ વિકલ્પ જેવા કે ફિક્સ્ડ ડિપોઝિટની જગ્યાએ હાઈ રિસ્ક વાળા વિકલ્પોમાં રોકાણ કરવાની સંભાવના ત્રણ ગણી વધુ રહે છે. આ સર્વે ગ્રો(GROWW)એ કર્યો હતો. એમાં 28,000 લોકો પાસે પ્રતિક્રિયા લેવામાં આવી. સર્વેમાં મહિલાઓના રોકાણ લક્ષ્ય અંગે જણાવવામાં આવ્યું છે.

સર્વે અનુસાર 57% યુવા મહિલાઓ પોતાનું ખાનગી લક્ષ્ય મેળવવા માટે રોકાણ કરે છે. ત્યાં જ 28% પોતાના યાત્રા લક્ષ્યને મેળવવું અને 28% ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે રોકાણ કરે છે.

ઉમર સાથે બદલાઈ જાય છે રોકાણનું લક્ષ્ય

એમાં કહેવામાં આવ્યું છે કે 30 લાખ રૂપિયા વાર્ષિકથી વધુ વેતન મેળવવા વાળી મહિલાએ કહ્યું કે, જલ્દી સેવાનિવૃત્તિ લેવાના કારણે રોકાણ કરે છે. 10થી 30 લાખ રૂપિયા આવક વાળી 30% અને 5થી 10 લાખ રૂપિયા વાર્ષિક આવક 26% મહિલાઓ આ વાત કહે છે. ત્યાં જ 35 વર્ષથી વધુની ઉંમર વાળી 64% મહિલાઓનું કહેવું હતું કે તેઓ લગ્ન અને બાળકોની શિક્ષા માટે રોકાણ કરી શકે છે.

મ્યુચુઅલ ફંડમાં રોકાણ મહિલાઓનો પસંદગીનો વિકલ્પ

સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે મ્યુચુઅલ ફંડમાં રોકાણ મહિલાઓનો સૌથી પસંદગીનો વિકલ્પ છે. તમામ વેતન વર્ગોની મહિલાઓ મ્યુચુઅલ ફંડમાં રોકાણ કરી શકે છે.

સોનામાં પણ કરી શકે છે રોકાણ

મહિલાઓ સોનામાં સારું રોકાણ કરે છે. સર્વેમાં સામેલ 25% મહિલાઓએ કહ્યું કે તેમણે સોનામાં રોકાણ કર્યું છે. 10 લાખ વાર્ષિકથી વધુ કમાવવા વાળી 40% મહિલા સોનામાં રોકાણ કરે છે.

ક્રીપ્ટોકરન્સીમાં પણ લગાવ્યા પૈસા

એ ઉપરાંત 30 લાખ રૂપિયાથી વધુ કમાવવા વાળી 6% મહિલાઓએ ક્રીપ્ટોકરંસીમાં રોકાણ કર્યું છે. ત્યાં જ 10 લાખ રૂપિયા વાર્ષિકથી ઓછું કમાવવા વાળી માત્ર 4%મહિલાએ ક્રીપ્ટોકરંસી રોકાણ કરે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો