Last Updated on March 26, 2021 by
અમેરિકાના ફ્લોરિડાની રહેવાસી એક 43 વર્ષિય મહિલાની નગ્ન અવસ્થામાં લાશ ફાયરના વિભાગને હાથ લાગી છે. આ મહિલાને હાલ હોસ્પિટલમાં ભરતી કરાવી છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છએ. ફાયરના જવાનોએ જણાવ્યુ હતું કે, આ મહિલા સ્વિમીંગ કરવા માટે ગઈ હતી, આ દરમિયાન તે ગાયબ થઈ ગઈ હતી.
ફ્લોરિડામાં રહેતી લિંડસે કૈનેડી 20 દિવસથી ગાયબ હતી અને ફાયર વિભાગે મંગળવારે ડ્રેન (ગટરમાંથી)માંથી બહાર કાઢી હતી. મહિલા 20 દિવસથી સીવેજની અંદર ફરતી રહી અને કેટલીય કોશિશ કરવા છતાં બહાર નિકળી શકતી નહોતી.
એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આ મહિલા 3 માર્ચના રોજ નહેરમાં સ્વિમીંગ કરવા માટે ગઈ હતી. પણ થોડી વાર સ્વિમીંગ કર્યા બાદ તેને એક ટનલમાં દરવાજો દેખાયો. તેની અંદર ગયા બાદ તે ગુમ થઈ ગઈ. ત્યાંથી પછી તેને બહાર આવવાનો રસ્તો દેખાયો નહીં.
આ મહિલા 20 દિવસ સુધી ગટરની અંદર ભટકતી રહી અને 23 માર્ચે એક જગ્યાએ થોડો પ્રકાશ દેખાયો. ત્યાર બાદ તે પ્રકાશ આવતો હતો, તે જગ્યાએ ગઈ, જો કે, તે કેટલાય ફૂટ ઉપર હતો. ત્યાર બાદ તેણે એક શખ્સને જતા જોયો. આ ઘટના બાદ મહિલાએ મદદ માટે ઉંચા અવાજે બૂમો પાડવાનું શરૂ કરી દીધું.
અવાજ સાંભળતા જ આ શખ્સે ગટરની અંદર જોયું તો એક મહિલા નગ્ન અવસ્થામાં દેખાઈ રહી હતી. તેણે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી. ફાયરના જવાનો ઘટનાસ્થળે આવ્યા અને લગભગ 8 કલાકની મહેનત બાદ આ મહિલાને સીવેજમાંથી બહાર કાઢી.
લિંડસે કેનેડીની માતાએ કથિત રીતે જણાવ્યુ હતું કે, તેમની દિકરી માનસિક રીતે બિમાર છે. તેના કારણે તે નશીલી દવા અને ડ્રગ્સનું પણ સેવન કરે છે. તપાસમાં સામે આવ્યુ છે કે, આ મહિલા ગુમ થયાનો રિપોર્ટ 3 માર્ચના રોજ નોંધાવામાં આવ્યો છે. ત્યારથી તે ગુમ છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31