Last Updated on March 9, 2021 by
આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મહિલા સશક્તિકરણની ચર્ચા કરવામાં આવી, અનેક કાર્યક્રમો યોજાયા અને મહિલા સશક્તિકરણ પર ચર્ચા થઇ, અનેક આયોજનો થયા અને નારી શક્તિને સન્માનિત પણ કરવામાં આવી. પરંતુ વાસ્તવિકતા એ છે કે આજે પણ વિશ્વના ઘણા ભાગોમાં મહિલા સશક્તિકરણ, સમાન અધિકાર જેવી વસ્તુઓ ફક્ત કાગળ સુધી સીમિત છે. વર્લ્ડ બેંકના ચીફ ઇકોનોમિસ્ટ કારમેન રેનહાર્ટના જણાવ્યા મુજબ, એવા 40 દેશો છે જ્યાં મહિલાઓને માત્ર ગર્ભવતી હોવાના કારણે નોકરીમાંથી બરતરફ કરવામાં આવે છે.
ઘરેલું હિંસા પણ વધી
કારમેન રેનહાર્ટે, કોરોનાવાયરસ મહામારીનો ઉલ્લેખ કરતા કહ્યું કે આનાથી મહિલાઓ અને યુવતીઓ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. આર્થિક સમસ્યાઓના કારણે, ઘણી છોકરીઓએ સ્કૂલ છોડવી પડી છે અને તેમનું ભણતર પૂરું થવાની શક્યતા પણ ઘણી ઓછી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર આયોજિત કાર્યક્રમમાં બોલતા તેમણે એમ પણ કહ્યું કે મહામારીને કારણે ઘરેલું હિંસાના કિસ્સાઓમાં પણ વધારો થયો છે.
‘સત્ય સ્વીકારવું પડશે‘
એક રિપોર્ટ અનુસાર, રેનહાર્ટે વધુમાં જણાવ્યું હતું કે વિશ્વના ઘણા દેશોમાં લિંગ અસમાનતા ખૂબ જ વધારે છે, 40 તો એવા દેશો છે જ્યાં મહિલાઓને તેમની ગર્ભાવસ્થાના કારણે નોકરીમાંથી બરતરફ કરી શકાય છે. તેમણે કહ્યું કે આપણે આ સત્યને સ્વીકારીને તેને બદલવાની દિશામાં કાર્ય કરવાની જરૂર છે. કોરોના મહામારીએ મહિલાઓની સમસ્યાઓમાં વધારો કર્યો છે. તેની સામે ઘરેલુ હિંસાના કેસોમાં વધારો થયો છે. તે જ સમયે, આર્થિક સમસ્યાએ પણ છોકરીઓને શાળાથી દૂર કરી દીધી છે.
Travel Banનો ઉલ્લેખ કર્યો
એક અહેવાલ ટાંકીને તેમણે કહ્યું કે વિશ્વના નવા ગરીબોમાં મહિલાઓની સંખ્યામાં વધારો થયો છે. જ્યારે કેટલાક દેશોમાં કાયદાઓમાં સુધારો કરવામાં આવ્યો છે, તો ઘણા દેશોમાં મહિલાઓને હજુ પણ આર્થિક બાબતો પર કાનૂની સીમાઓના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં પુરુષ ગાર્ડિયન વિના મુસાફરી પર પ્રતિબંધ પણ સામેલ છે. નોંધપાત્ર વાત એ છે કે, વર્લ્ડ બેંક અનુસાર, મહિલાઓ પાસે પુરુષોના કાયદાકીય અધિકારના માત્ર ત્રણ ચતુર્થાંશ જ અધિકારો છે.
યુનિસેફે આ ચેતવણી આપી હતી
આ દરમિયાન, યુનિસેફે પોતાના એક રિપોર્ટમાં બાળ વિવાહ વધવાની આશંકા વ્યક્ત કરી છે. અહેવાલમાં જણાવાયું છે કે કોરોના મહામારીને પરિણામે આ દાયકામાં 10 મિલિયન વધારાના બાળ લગ્નો થઈ શકે છે. યુનિસેફના મતે મહામારીને કારણે મહિલાઓ અને યુવતીઓને ઘણુંબધુ સહન કરવુ પડી રહ્યું છે. કોરોના કાળમાં, ઘણા પરિવારોને આર્થિક સંકટમાંથી પસાર થવું પડ્યું, સેંકડો બાળકો અનાથ થયા. આને કારણે બાળલગ્નના કેસોમાં તેજી આવી શકે છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31