GSTV
Gujarat Government Advertisement

બિમારી / આ યુવતીના ગજની જેવા થયા છે હાલ, પોતાની ગર્લફ્રેન્ડ અને પરિવાર પણ યાદ રહેતો નથી

Last Updated on March 17, 2021 by

આમીરખાને ફિલ્મ ગજનીમાં એક એવા શખસનો રોલ ભજવ્યો હતો જે ભયંકર રૂપથી ઈજાગ્રસ્ત થયા બાદ શોર્ટ ટર્મ મેમરી લોસનો શિકાર બની જાય છે. અને દર 15 મિનિટમાં ચીજને સમગ્ર રીતે ભૂલી જાય છે. 21 વર્ષની એક ટિકટોકરની પણ કંઈક આવી જ વાત છે. મેગન જૈક્સન નામની આ યુવતિ એક દુર્લભ બિમારીમાંથી પસાર થઈ રહી છે. જેના કારણે પોતાની પર્સનલ અને પ્રોફેસનલ લાઈફમાં પણ ઘણી પરેશાની આવી રહી છે.

મેગનને પાંચ વર્ષ પહેલા ફંક્શનલ ન્યુલોજિકલ ડિસઓર્ડર થયો હતો. મેગન જ્યારે પણ ઘણી ઉત્સાહીત થઈ જાય છે અને જોરથી હસી છે અને બહુ જોરથી અવાજ સાંભળે છે ત્યારે તેની મેમરી લોસ થઈ જાય છે. જે ઘણા કલાકો સુધી ચાલે છે. ઈંગલેન્ડના વેસ્ટ યોર્કશાયરમાં રહેનારી મેગનનું કહેવું છે કે, આ ડિસઓર્ડરના કારણે તેની જિંદગી સંપૂર્ણરીતે બદલાઈ ગઈ છે. મેગનને તેના કારણે પોતાના લેસ્બિયન પાર્ટનર સાથે જોડાયેલી ઘણી ચીજો લખવી પડે છે. કારણ કે તે ભૂલી જાય છે.

મેગને કહ્યું કે ક્યારેક ક્યારેક તે પોતાની ગર્લફ્રેન્ડને ભુલી જાય છે. ક્યારેક એવું પણ થાય છે કે તે પોતાના પરિવારના સદસ્યોને પણ ભુલી જાય છે. કેટલાક કલાકો બાદ તે સામાન્ય થઈ જાય છે. જો કે તેના કારણે માનસિક તણાવ પણ હોય છે. તે સિવાય ઘણીવખત એવી ઘણી ફુડ આઈટમ લઈને આવે છે જે તેને પસંદ નથી હોતી અને તે બાદના દિવસે આ ફૂડ આઈટમ ઉપર ફાજલ ખર્ચ કરવાના કારણે પરેશાન રહે છે.

મેગનની સ્થિતિના કારણે તેના સંબંધોમાં પણ પરેશાની આવી રહી છે. મેગનની ગર્લફ્રેન્ડ તારા તેના માટે કોઈપણ પ્રકારનો સરપ્રાઈઝ પ્લાન કરી શકતી નથી. કારણ કે તેનાથી તેની કંડિશન બગડી શકે છે. મેગને કહ્યું કે, અમે છેલ્લા કેટલાક મહિનાઓથી ડેટ કરી રહ્યાં છીએ પરંતુ તે ઘણું બધુ ઉપાડી રહી છે. હું ઓછામાં ઓછી ચાર વખત ગર્લફ્રેન્ડને ભુલી ચુકી છું.

મેગને કહ્યું કે મારી ગર્લફ્રેન્ડ જો કે મારૂ ઘણુ ધ્યાન રાખે છે. તે મારા માટે રોજ ડાયરી લખે છે. તે બિલકુલ ફિલ્મ 50 ફર્સ્ટ ડેટ્સની જેમ છે. ક્યારેક એવું થાય છે કે કોઈ સામે આવીને કહે છે કે આ તારી ગર્લફ્રેન્ડ તારા છે અને આવી વાત સાંભળીને હું હેરાન થઈ જાઉ છું અને એવુ પણ ઘણી વખત થયું છે કે જ્યારે હું વિચારૂ છું કે હું તો લેસ્બિયન પણ નથી તો આ મારી ગર્લફ્રેન્ડ કેવી રીતે હોઈ શકે. આવી પરિસ્થિતિઓની વચ્ચે મારી ગર્લફ્રેન્ડ સપોર્ટિવ છે.

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો