GSTV
Gujarat Government Advertisement

દુનિયાનો પ્રથમ કેસ/ કોરોના એન્ટીબોડી સાથે જન્મી અહીં બાળકી : આ કારણે થયો મોટો ચમત્કાર, સગર્ભા મહિલાઓએ કરવો જોઈએ આ પ્રયોગ

Last Updated on March 18, 2021 by

કોરોના વાયરસના આ સંકટના યુગમાં એન્ટી બોડી સાથે દુનિયામાં પહેલી બાળકીનો જન્મ થઈ ગયો છે. ડોક્ટર્સે આપેલી જાણકારી અનુસાર એક મહિલાએ કોરોના વાયરસ વિરુદ્ધ એંન્ટીબોડી સાથે બાળકીને જન્મ આપ્યો છે. આ મહિલાને ગર્ભાવસ્થા દરમિયાન કોરોના વૈક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. જો કે, આ બાળકીમાં એન્ટીબોડી કોરોના વિરુદ્ધ કઈ રીતે કામ કરશે, તે હજૂ સુધી શોધાયુ નથી.

તાજી જન્મેલી બાળકીમાં જોવા મળી એન્ટીબોડી

કહેવાય છે કે, માને મોડર્નાની વૈક્સીનનો પ્રથમ ડોઝ ત્યારે મળ્યો હતો, જ્યારે તે 36 અઠવાડીયાની ગર્ભવતી હતી. મોડર્નાની કોવિડ-19 વૈક્સિનનો પ્રથમ ડોઝ લીધાને ત્રણ અઠવાડીયા બાદ મહિલાને બાળકીનો જન્મ થયો હતો. બાળકી એકદમ તંદુરસ્ત છે અને સ્વસ્થ પણ છે. બાળકીના જન્મના તુરંત બાદ બ્લડ સેમ્પલમાં કોરોના વાયરસ વિરુદ્ધના એન્ટીબોડી હોવાની જાણ થઈ હતી.

માતાએ લીધેલી રસીના કારણે બાળકમાં ટ્રાંસફર થયું

અમેરિકાના ફ્લોરિડા એટલાંટિક યુનિવર્સિટીના રિસર્ચમાં શામેલ બે બાળ ચિકિત્સા નિષ્ણાંત ડોક્ટર પોલ ગિલબર્ટ અને ચાડ રૂડનિકે કહ્યુ હતું કે, આ કોરોના એન્ટીબોડીઝ દુનિયાનો પ્રથમ ઉદાહરણ ચે. જે ડોઝનો ઉપયોગ કરનારી માતાના કારણે સંતાનમાં ટ્રાંસફર થયું છે. ડોક્ટર્સે જણાવ્યુ હતું કે, મહિલા ખાસ કરીને સંતાનોને સ્તનપાન કરાવતી રહી છે. તેને 28 દિવસના રસીકરણ પ્રોટોકોલ સમય અનુસાર વૈક્સીનનો બીજો ડોઝ મળ્યો.

હજૂ આ વિષય પર વધું સંશોધન થશે

આ અગાઉ અમુક સંશોધનમાં એ વાત સામે આવી હતી કે, કોરોનાથી બહાર આવેલી માતના ભ્રુણમાં ગર્ભનાળ દ્વારા એન્ટીબોડી પાસ કરાવવું ખૂબ મુશ્કેલ કામ હોય છે. પણ આ રિસર્ચમાં એ જણાવવામાં આવ્યુ છે કે, માતાને વૈક્સિન દ્વારા બાળકીમાં એન્ટીબોડી તૈયાર કરી શકાય છે. જો કે, હજૂ આ વિષય પર વધુ સંશોધન ચાલી રહ્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો