Last Updated on March 26, 2021 by
ઈઝરાયેલના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તેમને એક મોટું સંશોધન કર્યું છે. વિજમૈન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો કે તેમણે કૃત્રિમ ગર્ભમાં ઉંદરનું પ્રજનન કરાવ્યું છે. અર્થાત ગર્ભધારણ વિના ઉંદરનું પ્રજનન કરાવ્યું છે. ભવિષ્યમાં આ ટેકનિક માણસો માટે પણ કામ આવી શકે છે. કારણ કે માણસોમાં બાળકો પેદા કરવા માટે પુરુષ તો ફક્ત એક કોશિકા આપે છે. પરંતુ મહિલા બાળકને 9 મહિના ગર્ભમાં રાખે છે. પોતાનું જીવન અને કેરિયર બંને રિસ્ક ઉપર નાંખે છે.
વૈજ્ઞાનિકોએ ફર્ટિલાઈઝ્ડ એગ્સને ગ્લાસ વાયલમાં રાખ્યા
વિજમૈન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના વૈજ્ઞાનિકોએ ફર્ટિલાઈઝ્ડ એગ્સને ગ્લાસ વાયલમાં રાખ્યા. તેને વેન્ટિલેટેડ ઈન્ક્યૂબેટરમાં રોટેટ કરતા રહ્યા. 11 દિવસ બાદ તેમાંથી ભ્રૂણ બની ગયો. આ ઉંદરના ગર્ભધારણની બાબતનો હિસ્સો છે. તમામ ભ્રૂણ યોગ્ય પ્રકારે વિકસિત થયા. તેનું દિલ કાચના વાયલથી પણ જોયું. તેમનું હાર્ટ પ્રતિ મિનિટ 170 વાર ધબકી રહ્યું હતું.
ગર્ભધારણની પ્રક્રિયામાં કામનું વિભાજન તમામ જીવોમાં અસંતુલિત
વિજમૈન ઈસ્ટિટ્યૂટના સાયન્ટિસ્ટે કહ્યું કે હવે અમે માણસોના કોષ સાથે આવું કરવા માટે એક પગલું દૂર છીએ. ગર્ભધારણની પ્રક્રિયામાં કામનું વિભાજન તમામ જીવોમાં અસંતુલિત છે. માણસોની વાત કરવામાં આવે તો પુરુષ ફક્ત એક કોષ આપીને દૂર થઈ જાય છે. જ્યારે તેની કોશિકાઓને વિકસિત કરવાનું કામ મહિલાનું હોય છે. અર્થાત ગર્ભવતી બનવા દરમિયાન મહિલાને કેટલાય પ્રકારની મુશ્કેલીઓથી પસાર થવું પડે છે.
મહિલાઓને પોતાની તબિયત અને કેરિયર બંનેને દાવ પર લગાવવી પડે
ઘણી વખત મહિલાઓને પોતાની તબિયત અને કેરિયર બંનેને દાવ પર લગાવવી પડે છે. પરંતુ કૃત્રિમ ગર્ભથી પ્રજનનની પ્રક્રિયામાં મહિલાને દર્દ અને કષ્ટને ઓછું કરી દેશે. અર્થાત્ ગર્ભધારણની પ્રક્રિયામાં પુરુષોની જેવી જ ભાગીદારી મહિલાઓની હોવી જોઈએ. પારંપરિક માન્યતાઓની વિરુદ્ધ છે કૃત્રિમગર્ભનો આવિષ્કાર. પરંતુ આ દુનિયાની કેટલિય મહિલાઓને અલગ અલગ પીડાઓથી મુક્તિ અપાવી શકે છે.
બાળક લેબમાં પેદા કરવાનો પ્રયાસ કેટલાય દશકોથી ચાલે
બાળક લેબમાં પેદા કરવાનો પ્રયાસ કેટલાય દશકોથી ચાલે છે. 1992માં જાપાની સંશોધકોએ રબરની થેલીમાં બકરીને વિકસિત કરવામાં કેટલિક સફળતાઓ મેળવી હતી. તે પછી વર્ષ 2017માં ચિલ્ડ્રન હોસ્પિટલ ઓફ ફિલાડેલ્ફિયાએ ખુલાસો કર્યો હતો કે તેમણે પ્લાસ્ટિક બેગ્સમાં ઘેટાંનું ભ્રૂણ વિકસિત કર્યું.
24.76 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળી હતી
વર્ષ 2019માં ડચ વૈજ્ઞાનિકોએ યુરોપિયન યુનિયનથી 24.76 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળી હતી જેથી તેઓ કૃત્રિમ ગર્ભ દ્વારા માણસોના બાળક પેદા કરી શકે. સામાન્ય રીતે આ પ્રયોગ કરનાર વૈજ્ઞાનિકોને પરંપરા અને સંસ્કૃતિ તોડનાર તરીકે ઓળખે છે. પરંતુ આ લોકો ધરતી પર માણસોની પ્રજાતિને બચાવવાના પ્રયાસોમાં લાગ્યા છે. જેથી મહિલાઓને ગર્ભવતી થયા બાદ તેણે દર્દનો સામનો ના કરવો પડે. ગર્ભપાત કે અન્ય કોઈ પ્રકારના શારીરિક મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. કૃત્રિમ ગર્ભનો એ લાભ હશે કે વિકસિત થઈ રહેલા બાળકના અંદર જો કોઈ શારીરિક કે અંગ સંબંધી મુશ્કેલી હશે તો તેને તુરંત સમયસર ઠીક કરી શકાશે. કૃત્રિમ ભ્રૂણથી માણસોને થનારી કેટલિય બીમારીઓને દૂર કરી શકાશે. કૃત્રિમ ગર્ભમાં જ બાળકને એ લાયક બનાવી દેવામાં આવશે જેનાથી કોઈ પ્રકારની બીમારીઓ કે સંક્રમણ ના થાય.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31