Last Updated on March 16, 2021 by
દેશની દિગ્ગજ ટેલિકોમ કંપની રિલાયન્સ Jio અલગ અલગ પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાન ઉપરાંત કેટલીક અન્ય સુવિધા પણ આપે છે. એમાંથી એક સુવિધા વાઇફાઇ કોલિંગની પણ છે. આ સર્વિસ દ્વારા યુઝર્સ વાઇફાઇ નેટવર્ક દ્વારા પોતાના Jio નંબરથી કોલ લગાવી અથવા સાંભળી શકે છે. ખાસ વાત છે કે એના માટે કોઈ વધુ ચાર્જ પણ લેવામાં આવતો નથી. જો તમે એવા વિસ્તારમાં રહો છો જ્યાં નેટવર્કની સમસ્યા છે તો આ ફીચર કામનું સાબિત થઇ શકે છે. તો આઓ જાણીએ કે શું છે વાઇફાઇ કોલિંગ અને Jio યુઝર્સ કેવી રીતે કરે એનો ઉપયોગ ?
શું છે Jio Wi-Fi calling?
એના દ્વારા તમે પોતાના વાઈ-ફાઈ નેટવર્ક દ્વારા વોઇસ અથવા વીડીયો કોલ કરી શકો છો. Jio મુજબ, વાઇફાઇ કોલિંગ સર્વિસ પુરી રીતે ફ્રી છે જે પોતાના વર્તમાન પ્લાન સાથે આવે છે. એના દ્વારા દેશના તમામ લોકલ અને એસટીડી કોલ ફ્રી છે, જો કે વિદેશના નંબર પર કોલ કરવા માટે ‘ઇન્ટરનેશનલ કોલ્ડ ચાર્જ લેવામાં આવશે. તમે ચાહો તો રોમિંગમાં પણ વાઈ-ફાઈ કોલ્સનો ફાયદો ઉઠાવી શકો છો.
કયા ફોનમાં મળશે સુવિધા
વાઈ-ફાઈ દ્વારા કોલિંગ કરવા માટે તમારી પાસે એક વાઈ-ફાઈ કોલિંગ સપોર્ટ કરવા વાળા સ્માર્ટફોન, Jioનો એક્ટિવ પ્લાન અને વાઈ-ફાઈ નેટવર્કની જરૂરત હશે. તમારો ફોન Jio વાઇફાઇ કોલિંગ સપોર્ટ કરે છે એ જાણવા માટે તમારે Jio વેબસાઈટ(Jio.com/wificalling) પર જવું પડશે.
આ રીતે કરો Jio નંબરથી વાઇફાઇ કોલિંગ
- તમારા સ્માર્ટફોનને અનલોક કરો અને સેટિંગ્સમાં જાઓ. પછી કનેક્શનના વિકલ્પ પર જાઓ. અહીં તમે Wi-Fi કોલિંગનો વિકલ્પ દેખાશો.
- જો તમારા ફોનમાં જુદી જુદી રીતે ઓપ્શન છે, તો Jio વેબસાઇટ પરના તમારા મોડેલ મુજબ, ઓપ્શન્સ કહેવામાં આવશે.
- Wi-Fi કોલિંગનો વિકલ્પ ચાલુ કરો. હવે Wi-Fi કોલિંગ ચાલુ કરવા માટે Wi-Fi નેટવર્કથી કનેક્ટ થાઓ.
- તમારે VoLTE અને Wi-Fi કોલિંગ બંને ફીચર્સ ચાલુ રાખવા
- તમારે એક સામાન્ય વોઇસ કોલની જેમ કોલિંગ કરવાની રહશે.
- તમારો ફોન આપમેળે તે નક્કી કરશે કે કયા Wi-Fi અથવા સેલ્યુલર નેટવર્ક વધુ મજબૂત છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31