GSTV
Gujarat Government Advertisement

ના કરાય/ પતિએ મોડી રાત સુધી બંધ ન કર્યું TV તો પત્નીએ ભરી લીધું આવું ન ભરવા જેવું પગલું : જાણી લો એવું તે શું કર્યું

tv

Last Updated on March 20, 2021 by

મધ્ય પ્રદેશના ઈંદોર ખાતે આત્મહત્યાની એક ખૂબ ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક મહિલાએ તેનો પતિ મોડી રાત સુધી TV જોઈ રહ્યો હતો અને TV બંધ કરવા તૈયાર નહોતો માત્ર એ કારણે ગળાફાંસો ખાઈ લીધો હતો. ઈંદોરના લસૂડિયા થાણા ક્ષેત્રની 23 વર્ષીય મહિલાએ આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

ગળાફાંસો

પતિએ TV બંધ કરવાની ના પાડતા પત્ની નારાજ થઇ ગઇ

પોલીસના કહેવા પ્રમાણે સોનુનો પતિ અર્જુન મરાઠા મોડી રાત સુધી ટીવી જોઈ રહ્યો હતો. મહિલાએ જ્યારે તેના પતિને ટીવી બંધ કરવા કહ્યું તો તેણે ના પાડી દીધી હતી. આ કારણે નારાજ થયેલી મહિલા ઘરના બીજા રૂમમાં જતી રહી હતી. ત્યાર બાદ રાત્રે 3 વાગ્યે જ્યારે પતિની આંખો ખુલી તો તેણે પત્નીને ફાંસીના ફંદા સાથે લટકતી જોઈ હતી. આ દૃશ્ય જોતા જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તેણે ફટાફટ પત્નીને નીચે ઉતારીને હોસ્પિટલ પહોંચાડી હતી.

tv

આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી

જો કે, તે પત્નીને બચાવવામાં અસફળ રહ્યો હતો અને હોસ્પિટલમાં ડોક્ટર્સે મહિલાને મૃત ઘોષિત કરી હતી. પોલીસના કહેવા પ્રમાણે શુક્રવારે સવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તે મહિલાનું મોત થયું હતું. આ મામલે કેસ નોંધીને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અને મહિલાના પતિના નિવેદનને પણ નોંધવામાં આવ્યું છે.

આ કેસ આત્મહત્યાનો જ છે કે બીજું કશું પણ હોઈ શકે તે દિશામાં તપાસ ચાલી રહી છે. પોલીસ હાલ પાડોશીઓની પુછપરછ કરીને મહિલાના તેના પતિ સાથે કેવા સંબંધો હતા તે અંગે તપાસ કરી રહી છે. ઉપરાંત તેઓ હંમેશા અંદરોઅંદર લડતા રહેતા હતા કે માત્ર તે રાતે જ અણબનાવ થયો હતો તેની પણ તપાસ ચાલે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો